Health Tips/ પરફેક્ટ સ્માઈલ જોઈએ છે, તો આજે જ અજમાવો આ ટીપ્સ

દાંતએ શરીરનો એક અગત્યનો ભાગ છે. જો તેનું નિયમિત પણે ધ્યાન ન રાખવામાં આવે તો દાંત સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Health & Fitness Lifestyle
સ્માઈલ

દાંતએ શરીરનો એક અગત્યનો ભાગ છે. જો તેનું નિયમિત પણે ધ્યાન ન રાખવામાં આવે તો દાંત સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક પરફેક્ટ સ્માઈલ માટે દાંત સ્વસ્થ અને મજબુત હોવા ખુબ જરૂરી છે. તમે ક્યાય ઈન્ટરવ્યુંમાં ગયા હોય તો તમારી સ્માઈલ જો સારી હશે તો તમારી ઇમ્પ્રેશન પણ સારી પડશે.

આ છે દાંતને સ્વસ્થ અને મજબુત રાખવા માટેની કેટલીક ટીપ્સ

4 મહિનાથી વધારે જુનું ટૂથબ્રશ ન વાપરો 

રોજ નિયમિતપણે બ્રશ કરવું એ ડેન્ટલ કેરનો એક મહત્વનો ભાગ છે. તમને જણાવી દઈએ કે એક ટૂથબ્રશ 4 મહિનાથી વધારે વાપરવું ન જોઈએ. 3-4  મહિનાના અંતરે બ્રશ બદલી દેવું જોઈએ.

દાંતને આધારે યોગ્ય ટૂથપેસ્ટની પસંદગી કરો

યોગ્ય ટુથપેસ્ટની પસંદગી કરવી જોઈએ.તમે જયારે ટુથપેસ્ટ ખરીદવા જાઓ ત્યારે તેની પસંદગી તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. ધારો કે જો તમારા દાંતમાં સેન્સીટીવ તકલીફ હોય તો તેમાં માટે ખાસ પ્રકારના ટુથપેસ્ટ આવે છે.

દાંતમાં ખોરાકનો કણ ન રહી જાય તેનું ધ્યાન રાખો 

જયારે બ્રશ કરતા હોય ત્યારે દાંતની સફાઈ બરાબર રીતે થવી જોઈએ. ખોરાકના કણ દાંતમાં ફસાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક વખત કોઈક કણ દાંત વચ્ચે ફસાઈ જાય તો કેવીટીઝ થવાનો ભય રહે છે.

ખોરાકમાં ખાંડનું પ્રમાણ ઓછુ કરી દો 

ખાંડએ દાંતનો સૌથી મોટો દુશ્મન છે. ખાંડમાંથી બનાવેલી તમામ વાનગીઓને દાંતનો ગુનેગાર કહેવાય છે. જયારે ખાંડનું થોડુક પણ પ્રમાણ દાંતમાં રહી જાય છે ત્યારે તે દાંતમાં એસીડ ઉત્પન્ન થાય છે અને જે દાંતના ઈનેમલ પડને નુકશાન કરે છે. આથી સોડા જેવા ઠંડાપીણાથી દૂર રહેવું જોઈએ.

ઘસીને ના કરો દાંત પર  બ્રશ 

ઘણા લોકોને એવું હોય છે કે બ્રશ ભાર દઈને કે ઘસીને કરવાથી દાંત ચોખ્ખા થઇ  જાય છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે બ્રશને જો બરાબર ટેકનીકથી કરવામાં આવે તો દાંત સાફ થઇ જાય છે. બળપૂર્વક બ્રશ કરવાથી દાંત પરનું ઈનેમલ પડ ઘસાઈ જાય છે.

નરમ બરછટ બ્રશ વાપરો 

દાંત ચોખ્ખા કરવા માટે સખત એટલે કે હાર્ડ બ્રશ વાપરવું જરૂરી નથી. જો ટૂથબ્રશ બરછટ હોવું જોઈએ કે જેથી બધા બેક્ટેરિયા ખત્મ થઇ જાય. આથી નરમ બરછટ બ્રશ વાપરવું જોઈએ.

વધુ સમય માટે ના કરો બ્રશ 

ઘણા લોકોને એવું હોય છે કે વધારે સમય બ્રશ કરવાથી દાંત સફેદ થઇ જશે. એવરેજ સમય બ્રશ કરવા માટેનો 33 સેકન્ડ જેટલો છે.

મોઢામાં વધારે સમય માટે બ્રશ ના રાખી મુકો 

બ્રશ કરતી વખતે ઘણી વાર આપણે એકની એક જગ્યાએ જ બ્રશ કરીએ છીએ. તો ક્યારેક થોડા સમય માટે બ્રશને મોઢામાં જ રાખી મુકીએ છીએ. તમને જણાવી દઈએ કે આમ કરવાથી દાંતને ઘણું નુકશાન થાય છે. બ્રશ મોઢામાં ઉપર નીચે દાંતના દરેક ખૂણા સુધી એક સમાન રીતે કરવું જોઈએ.

જમ્યા પછી અડધો કલાક બાદ જ કરો બ્રશ 

જમ્યા પછીના અડધા કલાક બાદ જ બ્રશ કરવું જોઈએ. ખોરાક ખાતી વખતે જે લાળ ઉત્પન્ન થાય છે તે  કુદરતી રીતે એસિડને તટસ્થ કરે છે આથી જમીને સીધા બ્રશ ન કરવું જોઈએ.

આ પણ વાંચો :શું સેક્સ લાઇફ ડિસ્ટર્બ છે? હટાવીદો આ વસ્તુંઓ બેડરૂમમાંથી અને જોવો પછી……

આ પણ વાંચો : ઘરે આ રીતે બનાવો મગની દાળના પુડલા, નોંધીલો રેસીપી..

આ પણ વાંચો : વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી…

આ પણ વાંચો :ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન