Food Recipe/ ચૂરમાના લાડુ બનાવવાની સરળ રીત…ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ નરમ…મજાની રેસિપી!

બજારમાંથી મીઠાઈ લાવવાના સ્થાને તમે ઘરે જ તાજી, શુદ્ધ મીઠાઈ બનાવો એ વધુ યોગ્ય છે. અહિં તમને ચૂરમા લાડુની રેસિપી (Rajasthani Churma Ladoo Recipe)…

Trending Food Lifestyle
Churma Ladoo...રાજસ્થાની Traditional રેસિપી..10 સ્ટેપ્સમાં આ tasty healthy વાનગીને શિયાળામાં જરુર બનાવો!

Food Recipe: અહિં તમને રાજસ્થાની ચૂરમા લાડુની રેસિપી (Rajasthani Churma Ladoo Recipe) દર્શાવવા જઈ રહ્યાં છીએ જેને તમે આસાનીથી બનાવી શકશો. ઘરે મહેમાનોને પણ તમે તમારા હાથેથી બનેલી આ મીઠાઈ ખવડાવી શકો છો.

નવરાત્રિ બાદ તહેવારો (Festivals) શરુ થઈ જાય છે આ સંજોગોમાં ઘરે ભાત-ભાતના પકવાન અને મીઠાઈઓ બનતી જોવા મળે છે. જો તમે બજારમાંથી મીઠાઈ (Sweets) ખરીદીને ખાતા હો તો જાણી લો કે, દરેક જગ્યાએ શુદ્ધ મીઠાઈ નથી મળતી અને માવા, દૂધ, પનીર અને ખાદ્ય કલર તમામની ભેળસેળ જોવા મળે છે. આથી જ બજારમાંથી મીઠાઈ લાવવાના સ્થાને તમે ઘરે જ તાજી, શુદ્ધ મીઠાઈ બનાવો એ વધુ યોગ્ય છે.

રાજસ્થાની ચૂરમા લાડુની વિશેષતા

અહિં તમને રાજસ્થાની ચૂરમા લાડુની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ જેને તમે આસાનીથી બનાવી શકશો. ઘરે મહેમાનોને પણ તમે તમારા હાથેથી બનેલી આ મીઠાઈ ખવડાવી શકો છો. ચૂરમાના લાડુ જલદી ખરાબ થતા નથી અને એમને નાના-મોટા સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે.

શિયાળાની ઋતુ (Winter Season)માં ચૂરમાના લાડુનું સેવન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો સવાર-સવારમાં કંઇક ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો આ ચૂરમાના લાડુ (Churma Ladoo) ઘરે બનાવીને તમે આરામથી ખાઇ શકો છો અને એ સ્ટોર પણ કરી શકો છો.

આ લાડુની વિશેષતા એ છે કે એને બનાવવા માટે તમારે ખાંડ તથા માવા જેવી અન્ય વસ્તુઓની જરુર પડતી નથી આથી આ સ્પેશ્યલ શિયાળુ  વાનગી ખાવાનો લાભ એ છે કે તમે વધારે ખાંડ ખાવાથી બચી જશો! ચૂરમાના લાડુ ઠંડીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ છે અને નાસ્તા (Breakfast) માટે તો એ બેસ્ટ રહે છે. જો તમે પણ આંતરે દિવસે હાડકાંમાં નબળાઇ મહેસૂસ કરતા હો તો આજે અહિં તમને એનો એક સ્વાદસભર ઈલાજ દર્શાવી રહ્યાં છીએ…એમાં તમારે દવા નથી ખાવાની પણ મસ્ત મજાના લાડુ (Churma Ladoo) ખાવાના છે! ઘરમાં જ રહેલા ઘઉંના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમે આ શક્તિવર્ધક લાડુ બનાવી શકો છો.

શી રીતે બનાવશો ચૂરમાના લાડુ? (Rajasthani Churma Ladoo Recipe)

ચૂરમાના લાડુ (Churma Ladoo) બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Churma Ladoo Ingredients
Churma Ladoo Ingredients

સામગ્રી

2 વાડકી ઘઉંનો લોટ

1 વાડકી સોજી

3 ચમચી દેશી ઘી (મોણ માટે)

1 વાડકી ગોળ

ઘી તળવા માટે

2 ચમચી ખસખસ

અડધી ચમચી ઈલાયચી પાવડર

ખસખસ (લાડુને રગદોળવા માટે)

ડ્રાય ફ્રુટ્સ

કાજુ

બદામ

પિસ્તા

Family Eating Churma Ladoo
Family Eating Churma Ladoo

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 2 વાડકી ઘઉંનો લોટ (Wheat Flour) લેવો અને એને ચાળી લેવો. એમાં 1 વાડકી સોજી ઉમેરવી. આમાં સોજી ઝીણી જ વાપરવાની છે. જો જાડી સોજી (Suji) હોય તો એને એક વખત મિક્સરમાં ચલાવીને થોડી બારીક કરી લેવી.

2. આ મિશ્રણમાં અડધો કપ બેસન (Besan) અર્થાત્ ચણાનો લોટ મિક્સ કરી લેવો. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિલાવવી,

3. હવે 3 ચમચી દેશી ઘી ઉમેરીને આ મિશ્રણને હાથેથી મોઈ લેવું. આ લોટના મિશ્રણને હાથની મુઠ્ઠીમાં લઈને દબાવવું. લોટ બંધાય એટલું મુઠ્ઠી પડતું ઘીનું મોણ ઉમેરવું.

4. હવે નવશેકા પાણીથી ટાઈટ લોટ બાંધી લેવો. લોટને બે ભાગમાં વહેંચી દેવો અને લોટના નાના-નાના લુવા બનાવી લેવા.

5. આ લુવાને હથેળીમાં દબાવીને આંગળીના નિશાન પાડી દેવા જેને ‘પીડલી’ બનાવવી કે ‘મૂઠીયા’ બનાવવા પણ કહે છે. જેથી એને તળીએ ત્યારે એ કાચા ન રહે.

6. હવે ગૅસ પર લોખંડની અથવા અન્ય કડાઈ મૂકો એમાં 2 ચમચી ઘી ઉમેરો. ઘીમાં થોડા કાજૂ અને બદામને હળવા શેકી લો. તમારે જેટલું અને જે ડ્રાય ફ્રુટ (Dry Fruits) નાખવું હોય એટલું નાખી શકો છો.

7. કડાઈમાંથી સૂકામેવાને એક પ્લેટમાં કાઢીને એમાં બીજું ઘી ઉમેરવું અને તૈયાર મૂઠીયાને ઘીમાં ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

8. ફ્રાય કરેલા મૂઠીયાને તોડી લેવા અને મિક્સર જારમાં સારી રીતે પીસી લેવા. મોટી ચાળણી વડે એને ચાળીને ચળામણને ફરીથી મિક્સરમાં પીસી લેવું.

9. હવે કડાઇમાં 3-4 ચમચી ઘી ઉમેરવું અને એમાં 1 વાડકી જેટલો ગોળ નાખવો. એને હલાવતા જવું અને પીગળે એટલે એમાં મિશ્રણને ઉમેરતા જવું. ગૅસ બંધ કરી દેવો.

10. ફ્રાય કરેલા ડ્રાયફ્રુટ્સ, 2 ચમચી ખસખસ, અડધી ચમચી ઈલાયચી પાવડર અને થોડા સમારેલા પિસ્તા નાખવા અને હવે મિશ્રણને હળવું ઠંડુ કરીને તમારી પસંદની સાઈઝના લાડુ વાળી લેવા.

તો તૈયાર છે તમારા ચૂરમાના લાડુ (Churma Ladoo) જેને ખસખસ (Poppy Seeds)માં લપેટીને તમે ઘણા દિવસો સુધી ખાઈ શકો છો. એ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ગુણકારી પણ છે.


આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સત્તુના લાડુ….ગરમીમાં નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ…ઝટપટ રેસિપી..!

આ પણ વાંચો: કેવળ 1 કપ ઘઉંના લોટથી બનશે 1 કિલો ગુંદરના લાડુ…હાડકાંનો કટ-કટ અવાજ થશે દૂર..!