Lifestyles: વિટામિન બી 12 ની ઉણપથી તમારા સ્વાસ્થ્યને ઘણી ખરાબ અસરો પહોંચી શકે છે. એવા કેટલાક સુપરફૂડ્સ છે કે જે વિટામિન બી 12 (Vitamin B 12) ધરાવે છે અને એમનું સેવન કરીને આ ઉણપને દૂર કરી શકાય છે.
મોટાભાગના લોકોને લાગે છે કે માત્ર માંસાહાર (Non-Veg) કરવાથી જ વિટામિન બી 12 ની ઉણપને દૂર કરી શકાય છે પરંતુ આ સત્ય નથી. તમે પણ આવું માનતા હો તો તમારી આ ગેરમાન્યતાને બદલવાનો હવે સમય આવી ગયો છે. આજે અમે તમને કેટલાક એવા વિકલ્પો વિશે જણાવીશું કે જે શાકાહારીઓ (Vegetarians) માટે ઉત્તમ રહેશે અને જો તમે વેજીટેરિયન છો તો આ સુપરફૂડ્સ (Super Foods)ના સેવનથી તમે તમારા શરીરની વિટામિન બી 12 ની ઉણપને દૂર કરી શકો છો.

વિટામિન બી 12 થી સભર આહાર
માંસાહારનું સેવન કરનારા લોકો માંસ, માછલી અને ઈંડા (Non-Veg, Fish, Eggs) નું સેવન કરીને વિટામિન બી 12 ની ઉણપને દૂર કરી શકે છે. આ ઉપરાંત દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ (Milk & Dairy Products)ને પણ ડાયેટમાં સામેલ કરીને એની આપૂર્તિ કરી શકાય છે. જો તમે તમારા શરીરને નિરોગી (Healthy) બનાવી રાખવા માગો છો તો ઝડપથી આ વિટામિનની ઉણપ (Vitamin Deficiency)ને સત્વરે દૂર કરવી અત્યંત આવશ્યક છે.

ફળોનું સેવન કરવું
જો તમારા શરીરમાં વિટામિન બી 12ની ઉણપ જણાય તો કેટલાક ફળો (Fruits)નું સેવન કરવાથી તમે એને દૂર કરી શકો છો. આ ફળોમાં સંતરા, કેળા, સફરજન, બ્લ્યૂબેરી, કીવી, એવાકાડો અને દાડમ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર ફળો આ વિટામિનની ઉણપને દૂર કરવામાં અત્યંત જરુરી છે. જો કે, વધારે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરવા માટે યોગ્ય માત્રામાં અને સાચી રીતે આ ફળોનું સેવન કરવું અત્યંત જરુરી છે.

વિવિધ દાળોનું સેવન કરવું
જો તમે માંસાહારનું સેવન નથી કરતા તો, શરીરમાં ઉદ્ભવેલી વિટામિન બી 12 ની ઉણપને દૂર કરવા માટે અમુક દાળો (Lentils)ને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. ચણાની દાળમાં પણ વિટામિન બી 12 સારી એવી માત્રામાં મળી રહે છે.

આ ઉપરાંત, જો તમે ફણગાવેલા કઠોળ (Sprouts) અથવા તો ફર્મેન્ટ કરેલા મગને તમારા રેગ્યુલર ડાયેટમાં અપનાવશો તો તમારા શરીરને આ અત્યંત ફાયદાકારક રહેશે અને જરુરી વિટામિન પ્રાપ્ત થઇ શકશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
