Dharm & Bhakti: ‘લાલ કિતાબ’ એ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક પુસ્તક છે. જીવનની લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ, તમને આ પુસ્તકમાં મળી શકે છે. તો ચાલો જાણીએ, લાલ કિતાબ (Lal Kitab)ના કેટલાક અસરકારક ઉપાયો, જેમને કરવાથી તમારી સ્થિતિમાં તમને લાભ થઇ શકે છે.
લાલ કિતાબમાં એવા કેટલાય ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે વ્યક્તિને, નોકરી-વ્યવસાયથી લઇને ગૃહકલેશ સુધીની તમામ તકલીફો (Problems)થી છૂટકારો અપાવી શકે છે. જરુર છે તો માત્ર એમને અજમાવવાની!
લાલ કિતાબ (Lal Kitab)ના આ અચૂક ઉપાય
લાલ કિતાબમાં દર્શાવેલા આ ઉપાયોનું નિયમબદ્ધ થઇને, ઓછામાં ઓછા સળંગ 60 દિવસ સુધી જો તમે પાલન કરશો, તો જ એ કારગર સિદ્ધ થશે.

ધન-સંપત્તિની સમસ્યા થશે દૂર
જો તમને નાણાકીય તકલીફો રહેતી હોય, તો આ સમસ્યાના નિવારણ માટે, શુક્રવાર (Friday)ના દિવસે 9 વર્ષની પાંચ કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ ખવડાવવો જોઇએ. આ ઉપાય તમારે સળંગ 21 શુક્રવાર સુધી કરવાનો રહેશે, જેને કરવાથી ધનની દેવી, માતા લક્ષ્મી (Lakshmi Mata)ની કૃપા તમને પ્રાપ્ત થઇ શકે છે. એનાથી તમારી ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.

લગ્ન આડે આવતા વિઘ્નો થશે દૂર
જો કોઇ જાતકના લગ્ન (Marriage) થવામાં કોઈ પણ પ્રકારના વિઘ્નો નડી રહ્યાં હોય, તો એ માટે તમે આ ઉપાય અજમાવી શકો છે. લાલ કિતાબમાં દર્શાવેલા ઉપાય મુજબ, સોમવારના દિવસે શિવલિંગ (Shivling) પર દૂધ, જળ, બિલીપત્રો (Bilipatra) વગેરે અર્પણ કરવા અને સાથે-સાથે, ‘ૐ સોમેશ્વરાય નમ:’ મંત્રનું સતત રટણ કરતા રહેવું.

મળશે અપાર સફળતા
લાલ કિતાબમાં ગુરુ ગ્રહની સ્થિતિને મજબૂત કરવાના ઉપાય પણ દર્શાવવામાં આવેલા છે. આ માટે પૂજા કર્યા બાદ, દરરોજ પીળા રંગનું તિલક (Tilak) કરવું જોઇએ. એની સાથે-સાથે, ગુરુવાર (Thursday)ના દિવસે ગરીબોને કેળાં તથા પીળા રંગની મીઠાઈનું પણ દાન (Daan) કરવું જોઇએ. આમ કરવાથી, કુંડળીમાં ગુરુ ગ્રહ (Guru Grah)ની સ્થિતિ મજબૂત થઇ શકે છે તથા જાતકને અપાર સફળતા મળવાના યોગ પણ બનવા લાગે છે.

પૈસાનો અભાવ નડશે નહિં
ઘણા લોકોને, સારું એવું કમાવા છતાંયે હંમેશાં પૈસા (Money)ની તકલીફો રહેતી હોય છે. જેનું મુખ્ય કારણ છે, એમના હાથમાં લક્ષ્મીનું ન ટકવું! આવા સંજોગોમાં લાલ કિતાબ અનુસાર, જાતકે પોતાના ઓશિકા પાસે એક તાંબાના પાત્રમાં લાલ ચંદન (Lal Chandan) નાખેલું પાણી ભરીને રાખવું. બીજા દિવસે સવારે, એ પાણી તુલસીના છોડ (Tulsi)માં રેડી દેવું. આમ કરવાથી તમારા હાથમાં પૈસો ટકવા લાગશે.
આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…
આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
