દિલ્હી,
રાજધાની દિલ્હી સહિત NCR (નોન કેપિટલ રિજીયન)માં મંગળવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા રાત્રે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાથે સાથે બરફના કર પણ પડ્યા છે.
Delhi: Streets waterlogged in parts of the national capital following rainfall this morning. Visuals from Chhatarpur area. pic.twitter.com/2SdNrvlLLB
— ANI (@ANI) January 22, 2019
બીજી બાજુ મંગળવાર સવાર ૯ વાગ્યે ઘણા વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું. આ સાથે જ દિલ્હીના તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને ઠંડીનો પારો ૧૧.૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
Delhi: Heavy rain lashes the national capital; Visuals from Dhaula Kuan and Akbar Road pic.twitter.com/1N61BbV0tT
— ANI (@ANI) January 22, 2019
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગળના ત્રણ કે ચાર દિવસ સુધી દિલ્હીના વાતાવરણમાં આવેલા પલટાની અસર જોવા મળશે.
Heavy rains in #Delhi leads to traffic congestion in parts of the national capital; Visuals from IP Estate area pic.twitter.com/8hP9qOgELe
— ANI (@ANI) January 22, 2019
દિલ્હીના સુભાષ નગર, નરેલા, પંજાબી બાગ, ધૌલા, કુઆ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પડ્યો છે. આ કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં વાતાવરણ બદલવાનું કારણ ઉત્તર ભારતના પહાડો પર બનેલું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
