Dharma & Bhakti/ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો..? લાલ કિતાબનો અચૂક ઉપાય…અવશ્ય મળશે સફળતા..!

કોઇ ઇન્ટરવ્યૂ માટે જતા પહેલા એમાં સફળતા મળે એ અંગેના સરળ ઉપાયો કયા-કયા છે? જાણીએ… આ વિશે લાલ કિતાબ (Lal Kitab) શું કહે છે?

Trending Religious Rashifal Dharma & Bhakti
Lal Kitab, લાલ કિતાબ ઉપાય, ગાય, નોકરી, Job Interviews

Dharm & Bhakti: લાલ કિતાબ (Lal Kitab)ના સરળ અને અચૂક ઉપાયો આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. લાલ કિતાબમાં જીવનની લગભગ દરેક મુશ્કેલીઓનો સરળ ઉપાય દર્શાવવામાં આવેલો છે. આ પુસ્તકમાં દર્શાવેલા ઉપાયો કરવાથી વ્યક્તિ કોઇ પણ સમસ્યાથી સરળતાથી છૂટકારો મેળવી શકે છે.

‘લાલ કિતાબ’ એ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક પુસ્તક છે. જીવનની લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ, તમને આ પુસ્તકમાં મળી શકે છે. તો ચાલો જાણીએ, લાલ કિતાબ (Lal Kitab)ના કેટલાક અસરકારક ઉપાયો, જેમને કરવાથી તમારી સ્થિતિમાં તમને લાભ થઇ શકે છે.

લાલ કિતાબમાં એવા કેટલાય ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે વ્યક્તિને, નોકરી-વ્યવસાયથી લઇને ગૃહકલેશ સુધીની તમામ તકલીફો (Problems)થી છૂટકારો અપાવી શકે છે. જરુર છે તો માત્ર એમને અજમાવવાની!

લાલ કિતાબમાં દર્શાવેલા આ ઉપાયોનું નિયમબદ્ધ થઇને, ઓછામાં ઓછા સળંગ 60 દિવસ સુધી જો તમે પાલન કરશો, તો જ એ કારગર સિદ્ધ થશે.

ઇન્ટરવ્યૂમાં સફળતા માટેના લાલ કિતાબ ઉપાયો (Lal Kitab Interview Success Upay)

આ ગ્રંથ એવા લોકો માટે વરદાન માનવામાં આવે છે કે જે જ્યોતિષ શાસ્ત્રની કોઇ જટિલ ગણનાઓમાં નથી પડવા માગતા…અને ઓછા ખર્ચમાં જ તમે તમારા જીવનની સમસ્યાઓથી સમાધાન પ્રાપ્ત કરી શકો છો. જો તમે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા હો તો સફળતા મેળવવા અને આત્મવિશ્વાસ વધારવા માટે લાલ કિતાબના અમુક વિશેષ ઉપાયો અત્યંત કારગર સિદ્ધ થાય છે. તો જાણીએ કે, નોકરી માટેના કોઇ ઇન્ટરવ્યૂ (Job Interviews) માટે જતા પહેલા એમાં સફળતા મળે એ અંગેના સરળ ઉપાયો કયા-કયા છે?

ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા આટલું કામ અવશ્ય કરવું.

Lal Kitab, લાલ કિતાબ ઉપાય, ગાય, નોકરી, Job Interviews

1. ગોળ અને ચણા

ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી નીકળીને પ્રથમ તો રસ્તા પર અથવા ગૌશાળામાં ગાય (Cow)ને ગોળ અને ચણા ખવડાવવા જોઇએ. આમ કરવાથી મંગળ ગ્રહ (Mangal Grah) મજબૂત થાય છે. મંગળ ગ્રહ આત્મવિશ્વાસ અને સાહસનો કારક ગ્રહ છે આથી એનાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

2. ભગવાન ગણેશની સ્તુતિ

ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા ભગવાન ગણેશ (Lord Ganesha)ની સ્તુતિ પાઠ અને ‘ૐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો. આ ઉપરાંત, એક લવિંગ પોતાના મોંમાં મૂકી રાખવી અને ઇન્ટરવ્યૂની શરુઆત થાય એની પહેલા જ એને મોંમાંથી બહાર કાઢી દેવી.

Lal Kitab, લાલ કિતાબ ઉપાય, ગાય, નોકરી, Job Interviews

3. દહીં-સાકર

ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળતી વખતે થોડા દહીંમાં દળેલી સાકર અથવા તો ખાંડ (Dahi-Chini) મિક્સ કરીને ખાઇ લેવી. ઘરેથી ઇન્ટરવ્યૂ માટે પ્રસ્થાન કરતી વખતે પોતાનો જમણો પગ સૌથી પહેલા ઘરની બહાર મૂકવો. એ સકારાત્મક ઊર્જા અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે અને એ અત્યંત પ્રભાવી ઉપાય ગણાય છે.

4. ખિસ્સામાં લાલ રુમાલ

ઇન્ટરવ્યૂ પહેલા પોતાના ખિસ્સામાં એક સ્વચ્છ લાલ રંગનો રુમાલ (Red Handkerchief) રાખવો. લાલ રંગ ઊર્જા અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

Lal Kitab, લાલ કિતાબ ઉપાય, ગાય, નોકરી, Job Interviews

5. ચાંદીનો સિક્કો

પોતાના ખિસ્સામાં એક ગોળ ચાંદીનો સિક્કો (Silver Coin) રાખવો. આ ચંદ્રમાને શાંત કરે છે અને ઇન્ટરવ્યૂ દરમિયાન, તમને માનસિક રીતે સ્થિર અને સંતુલિત બનાવી રાખે છે.

6. સૂર્ય દેવને અર્ઘ્ય

લાલ કિતાબ અનુસાર, સૂર્ય દેવની ઉપાસના (Surya Upasna) કરવાથી નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય છે. આથી દરરોજ સવારે સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરીને ભગવાન સૂર્યને અર્પિત કરવું. એમાં થોડો ગોળ અને લાલ ફૂલ પર નાખવું જોઇએ. આમ કરવું શુભ અને લાભકારક માનવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

આ પણ વાંચો: ખિસ્સામાં પૈસા ટકતાં નથી? કરો આ લાલ કિતાબના ઉપાયો, ફાલતૂ ખર્ચાઓથી મળશે મુક્તિ…

આ પણ વાંચો: જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…