Dharm & Bhakti: જો તમારી પાસે ધનની અછત (Lack of Money) છે, તો લાલ કિતાબમાં એનું સમાધાન (Lal Kitab Upay) આપવામાં આવેલું છે. કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું નસીબ બદલાઇ શકે છે. સત્વરે બંધ ઘડિયાળોને ચાલુ કરો અને જૂના-પુરાણા સિક્કાઓને પાણીમાં પધરાવી દો. ઘરને સ્વચ્છ રાખો તથા વીજળીથી ચાલતાં બગડેલા ઉપકરણોને શક્ય તેટલી જલદી દુરસ્ત કરાવો.
જો તમારી પાસે લક્ષ્મી સહેજે ટકતી નથી તો લાલ કિતાબમાં આ સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે, નાના-નાના ઉપાયો પણ તમારું ભાગ્ય (Luck) બદલવાની ક્ષમતા રાખે છે! પૈસા ન ટકતાં હોય, તો આ વાતને ધ્યાનમાં રાખીને એનો અમલ કરવો.

લાલ કિતાબના ઉપાયો (Lal Kitab Upay)
‘લાલ કિતાબ’ એ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક પુસ્તક છે. જીવનની લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ, તમને આ પુસ્તકમાં મળી શકે છે. તો ચાલો જાણીએ, લાલ કિતાબ (Lal Kitab)ના કેટલાક અસરકારક ઉપાયો, જેમને કરવાથી તમારી સ્થિતિમાં તમને લાભ થઇ શકે છે.
લાલ કિતાબમાં એવા કેટલાય ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે વ્યક્તિને, નોકરી-વ્યવસાયથી લઇને ગૃહકલેશ સુધીની તમામ તકલીફો (Problems)થી છૂટકારો અપાવી શકે છે. જરુર છે તો માત્ર એમને અજમાવવાની!
બંધ ઘડિયાળોને ચાલુ કરો.
ખોટા સિક્કાઓને પાણીમાં પ્રવાહિત કરી દો.
કોલસાને ઘરમાં ના મૂકી રાખો.
ઘરના શૌચાલયને સ્વચ્છ રાખો.
ધાબા પર લાકડાં કે લોખંડનો ભંગાર રાખી મૂકવો નહિં.
બગડી ગયેલા વીજઉપકરણોને તાત્કાલિક દુરસ્ત કરાવો.
શૌચાલયને ક્યારેય પૂર્વ-ઉત્તર, ઈશાન ખૂણામાં બનાવડાવાની ભૂલ ના કરો.
લાલ કિતાબ (Lal Kitab) અનુસાર કરો આ ઉપાય
સૂર્ય ગ્રહ
જો કુંડળીમાં સૂર્ય ગ્રહ (Surya Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, વાંદરાઓને ગોળ ખવડાવો, સાત અનાજ મિક્સ કરીને કીડીઓનું કીડિયારું પૂરો. ભોજન રાંધ્યા બાદ, ચૂલા કે ગૅસના અગ્નિને દૂધનાં છાંટા મારીને બૂઝાવો.
ચંદ્ર ગ્રહ
જો કુંડળીમાં ચંદ્ર ગ્રહ (Chandra Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, પલંગના તમામ પાયામાં ચાંદીની ખીલી લગાવો, ખાંડ અથવા પતાસાં માટીમાં દબાવી દો.

મંગળ ગ્રહ
જો કુંડળીમાં મંગળ ગ્રહ (Mangal Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, પોતાના બાળકના જન્મદિવસ પર મિઠાઈની સાથે ફરસાણ ખવડાવો અને ગરીબોમાં જરુરથી વહેંચો, નાનકડી કુંવારી કન્યાઓને ભોજન કરાવો તથા હાથીદાંતમાંથી બનેલી વસ્તુને ઘરમાં અવશ્ય સ્થાન આપો.
બુધ ગ્રહ
જો કુંડળીમાં બુધ ગ્રહ (Budh Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, પિત્તળના વાસણમાં ગંગાજળ ભરીને રાખવું તથા ઘરની મહિલાઓએ નાક કે કાન વીંધાવીને એમાં સોના અથવા ચાંદીની કોઇ પણ વાળી ધારણ કરવી.
બૃહસ્પતિ
જો કુંડળીમાં બૃહસ્પતિ (Guru Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, દરરોજ ભાલ પર કેસર કે હળદરનું તિલક કરવું, પોતાના ગુરુનું સન્માન કરવું અને એમને ધન-વસ્ત્રાદિથી અલંકૃત કરવા.
શુક્ર ગ્રહ
જો કુંડળીમાં શુક્ર ગ્રહ (Shukra Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, મેલાં-ઘેલાં કપડા પહેરવા નહિં, દરરોજ સ્વચ્છ અને ધોયેલા કપડા જ પહેરવા. મોટા પતાસાં કે પછી ખાંડ વડે બનાવેલાં રમકડાં વહેતા પાણીમાં પ્રવાહિત કરવા.

શનિ ગ્રહ
જો કુંડળીમાં શનિ ગ્રહ (Shani Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, એક નાના વાસણમાં સરસિયાનું તેલ ભરીને કોઇ તળાવ અથવા નદીતટની રેતીમાં દાટી દો, વહેતા પાણીમાં બદામ કે નારિયેળ પ્રવાહિત કરવાથી પણ ફાયદો થાય છે.
રાહુ ગ્રહ
જો કુંડળીમાં રાહુ ગ્રહ (Rahu Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, કાળા રંગના ચશ્મા પહેરો, ચાંદીનો ચોરસ ટુકડો પાસે રાખો તથા જવ લઇને વહેતા પાણીમાં પ્રવાહિત કરવા .
કેતુ ગ્રહ
લાલ કિતાબ અનુસાર, જો કુંડળીમાં કેતુ ગ્રહ (Ketu Grah) અશુભ હોવાથી ધન ના ટકતું હોય તો, પોતાની બહેન, દીકરી કે ફોઇ સાથે કદી પણ ઝગડવું નહિં, નાની બાળકીનાં કાનમાં સોનાની વાળીઓ પહેરાવવી, જેમાં બે કે બેથી વધુ રંગ હોય, એવા કામળાનું જરુરતમંદ વ્યક્તિને દાન કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…
આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
