Lifestyle: ધુમ્રપાન અર્થાત્ સ્મોકિંગ (Smoking) કરનારા લોકો સ્ટાઇલ મારવા માટે સિગારેટ (Cigarette) પીવાનું શરુ કરતા હોય છે પણ પછી ધીમે-ધીમે એની આદત પડી જાય છે! હવે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે શું હૅલ્થ (Health)ને નુકસાન થવા ઉપરાંત ધુમ્રપાનના કારણે હોઠ કાળા થાય છે ખરાં? ચાલો નિષ્ણાત પાસેથી જાણીશું એનો ઉચિત જવાબ અને ટિપ્સ વિશે…

ધુમ્રપાનથી હોઠ કાળા થાય છે? સિગારેટ પીતા લોકો માટે હૅલ્થ ટિપ્સ
સિગારેટ પીવાથી કેન્સરનું જોખમ થઇ શકે છે પણ આ આદતના જે લોકો બંધાણી બની જાય છે એ લોકોને જાણે કે આની પરવા હોતી નથી એમ વર્તે છે! સ્વાસ્થ્ય માટે જોખમરુપ એવું સ્મોકિંગ (Smoking Addiction) શું આપણા હોઠને કાળાશ પડતા બનાવી શકે છે? મોટા ભાગે, આ પ્રશ્ન બધાના મનમાં ઉઠતો જ હોય છે! સિગારેટ જ્યારે પૂરી થવા આવે ત્યારે એ ગરમ હોવાથી હોઠની ત્વચા થોડી દાઝે છે…શું આના જ કારણે હોઠ ડાર્ક બની જતા હોય છે? આ લેખમાં આપણે એક્સપર્ટ પાસેથી એનો જવાબ મેળવીશું. સ્મોકિંગ કરવાથી ફેફસાનું કેન્સર (Lungs Cancer Risk) થવાની સંભાવના વધે છે. ભારત (India)ના ઘણા ક્ષેત્રોમાં પ્રદૂષણ (Pollution)નું વધતુ સ્તર લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે ત્યારે ખાસ કરીને, આવા વાતાવરણમાં સિગારેટ પીવાથી તમે પોતાના માટે એક વણનોતર્યુ જોખમ ઊભું કરી બેસો છો!
WHO જેવા મોટા હૅલ્થ ઇન્સ્ટિટ્યૂટ પણ આને સ્વાસ્થ્ય માટે ખતરો કહી રહ્યાં છે. NCBI ના એક આંકડા મુજબ, ભારતમાં પ્રતિવર્ષ 10 લાખ લોકોનું મોત (Death) તમાકુના સેવન (Tobacco)થી થાય છે. ગુટખાથી માંડીને સિગારેટ સુધીના તમામ પ્રકારના તમાકુનું સેવન દેશના લોકો કરે છે. તમાકુ સેવનના કારણે મોતનો આ આંકડો ગંભીર ચિંતાનો વિષય બની ચૂક્યો છે. અહિં આપણે સિગારેટ સેવનથી હોઠ કાળા થાય છે કે નહિં એ બાબતે વધુ પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું…

સિગારેટ પીવાથી હોઠ કાળા થાય છે
નિષ્ણાત તબીબોના મતે, સિગારેટ અર્થાત્ સ્મોકિંગથી આપણા હોઠ ડાર્ક (Dark Lips) થઇ શકે છે. તેઓ જણાવે છે કે, આપણા હોઠમાં નિકોટિન (Nicotine) જમા થાય છે અને એનાથી પિગમેન્ટેશનની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત, ચેઇન સ્મોકિંગ (Chain Smoking) કરતી વ્યક્તિઓની સ્કિન પર હીટ જનરેટ થાય છે અને એનાથી પણ ત્વચા કાળી થવાનો ભય રહે છે. ડૉક્ટરનું કહેવું છે કે, આવા સમયે મેલેનિન (Melanin)નું ઓવર પ્રોડક્શન થવાથી અને કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થવાથી બ્લડ ફ્લૉ અને ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે. આ પણ એક કારણ છે કે, સ્મોકિંગ કરનાર વ્યક્તિના હોઠ પર ડાર્કનેસ વધે છે! નિષ્ણાતના મતે, સતત સિગારેટ પીવાથી હોઠ ડાર્ક અને ડ્રાય પણ થઇ જાય છે! આ ઉપરાંત, ઇન્ફ્લેમેશન અર્થાત્ સોજા ઓછા ન થાય તો પણ પિગમેન્ટેશનની સમસ્યા વધે છે!
એક્સપર્ટના મતે, જ્યારે ક્રિએટિન બનતું હોય છે ત્યારે સ્કિન રફ (Rough Skin) થવાનું જોખમ પણ હોય છે. આ ઉપરાંત, સ્મોકર્સ જ્યારે પણ તડકાના સંપર્કમાં આવે છે ત્યારે નિકોટિનના કારણે એમની ત્વચામાં રહેલી કુદરતી રક્ષા પ્રણાલી ઓછી સક્ષમ સાબિત થાય છે અને એના કારણે પણ હોઠ કાળાશ પડતા થાય છે!
ઓફિસમાં તથા દોસ્તો સાથે સિગારેટ પીવાનું મન અધિક થતું હોય છે! તો બહેતર છે કે આવી સંગતથી દૂર રહેવું, આમ કરવાથી તમારું મન ન હોય તો પણ સ્મોકિંગ કરવાનું તમારા પર દબાણ નહિં રહે! આ ઉપરાંત, માર્કેટમાં એવી ઘણી દવાઓ (Medicines) ઉપલબ્ધ છે કે, જેનાથી નિકોટિનની લતને દૂર કરવામાં તમને સહાયતા મળશે. આ માટે હૅલ્થ નિષ્ણાતની સલાહ લેવી અને એમનું સેવન કરવાનું શરુ કરવું.

સિગારેટથી શી રીતે અંતર જાળવવું
જો તમને સ્મોકિંગની લત લાગી ગઇ છે તે એને દિવસ દરમિયાન ઓછી કરવાનો પ્રયાસ કરવો. આ માટે તમે તમારા પરિવાર (Family)નો વિચાર કરીને તમારી ઇમોશનલ ફિલિંગને જાગૃત કરી, એની મદદ લઇ શકો છો. આમ કરવાથી તમને ધુમ્રપાનની ઇચ્છા નહિવત્ થશે!
આ રીતે કરો હોઠની સ્કિનને રિપેર અને લો સંભાળ
નિષ્ણાત ડૉક્ટરના મતે, હોઠની ત્વચાને રિપેર કરવા માટે આટલા ઉપાય કરવા જોઇએ.
1. જ્યારે પણ બહાર જાઓ ત્યારે SPF લિપ બામ લગાવવું જોઇએ.
2. સ્કિનને વધુ હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરવો. આ માટે બ્યુટી પ્રોડક્ટ્સ સારા છે પણ વધુ પાણી પીવું એ કુદરતી ઉપાય છે.
3. નારિયેળ પાણીનું, શક્ય હોય તે દરરોજ સેવન કરવું.
4. એન્ટિઓક્સિડન્ટ્સ ઘટકનું સેવન કુદરતી રીતે કરવામાં આવે તો બહેતર છે.
5. સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન સી (Vitamin C)ની ભૂમિકા અગત્યની હોય છે. એ માટે હાલ શિયાળામાં મળતા સિઝનલ ફળો સંતરા, આમળા અને જામફળનું સેવન કરીને તમે વિટામિનની ઉણપ દૂર કરી શકો છો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ગરમાગરમ ચા-કોફી પીતા હોવ તો ધ્યાન રાખો થઈ શકે છે કેન્સર !
આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો
આ પણ વાંચો: શા કારણથી ભારતના યુવાનોમાં માથા અને ગરદનનું કેન્સર વધી રહ્યું છે? જાણીએ ડૉક્ટર પાસેથી બચાવના ઉપાયો…

