Ankleshwar News/ કાળજું ધ્રુજાવી દે તેવા દ્રશ્યો, મદમસ્ત આખલાએ દંપતીને હવામાં ફંગોળ્યા

અંકલેશ્વરના ગડખોલમાં આખલાનો આતંક! ઐયપ્પા મંદિર પાસે દંપતી પર હુમલો કરી મહિલાને પગ નીચે ખૂંદી, ઘટનામાં 5 લોકો ઘાયલ અને એક ICUમાં. હચમચાવી દેતા CCTV વીડિયોઆવ્યા સામે.

Others Gujarat Trending
CCTV

Ankleshwar Bull Attack CCTV : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. શહેરના ગડખોલ વિસ્તારમાં આવેલા ઐયપ્પા મંદિર પાસે એક હિંસક આખલાએ ભારે તાંડવ મચાવ્યું હતું. આ હુમલામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે. આ કાળજું ધ્રુજાવી દેતી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

રિક્ષામાંથી ઉતરતા જ દંપતી પર કાળ ત્રાટક્યો

મળતી માહિતી મુજબ, એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને ઐયપ્પા મંદિરે દર્શન માટે આવ્યું હતું. મંદિરે ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા માટે તેઓ હજુ તો રિક્ષામાંથી નીચે ઉતર્યા જ હતા, ત્યાં જ એક બેકાબૂ આખલાએ તેમના પર જોરદાર હુમલો કર્યો હતો. આખલાએ મહિલાને નીચે પાડીને તેને પગ નીચે ખૂંદી નાખી હતી. પત્નીને બચાવવા ગયેલા પતિને પણ આખલાએ હવામાં ફંગોળી દીધા હતા.

CCTV

15 મિનિટ સુધી મોતનું તાંડવ CCTVમાં કેદ

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આખલો એટલો હિંસક બન્યો હતો કે તેણે દંપતીને બચાવવા આવેલા બાઈકચાલકો અને અન્ય રાહદારીઓને પણ નિશાન બનાવ્યા હતા. લોકોએ પાણી છાંટીને અને લાકડીઓ મારીને આખલાને ભગાડવા પ્રયાસ કર્યો, પરંતુ તે સતત લોકોની પાછળ દોડીને હુમલા કરતો રહ્યો હતો. અંદાજે 15 મિનિટ સુધી ચાલેલા આ મરણતોલ હુમલામાં 5 લોકો લોહીલુહાણ થયા હતા.

CCTV

તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ

આ ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સોશિયલ મીડિયા પર આ ભયાનક વીડિયો વાયરલ થતા જ અંકલેશ્વરના સ્થાનિકોમાં નગરપાલિકા અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં રખડતા ઢોરના ત્રાસનો કાયમી ઉકેલ ન આવતા હવે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટનાં કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો: અંકલેશ્વરમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય માછલીના મોત