Sports News : દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ગયા મહિને ગુજરાત ટાઇટન્સ માટે બે મેચ રમ્યા બાદ વ્યક્તિગત કારણોસર IPL છોડી દીધી હતી. રબાડા આ મહિનાના અંતમાં 30 વર્ષનો થશે. તેમણે ‘સાઉથ આફ્રિકન ક્રિકેટર્સ એસોસિએશન (SACA)’ દ્વારા એક નિવેદન બહાર પાડ્યું. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે પ્રતિબંધિત પદાર્થના સેવનને કારણે તેમને કામચલાઉ સસ્પેન્શનનો સામનો કરવો પડી રહ્યો હતો.
રબાડાએ આ નિવેદનમાં પોતાની ભૂલ બદલ માફી માંગી અને કહ્યું, “સમાચારમાં જણાવ્યા મુજબ, હું વ્યક્તિગત કારણોસર IPLમાં ભાગ લીધા પછી દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો છું. આનું કારણ એ છે કે પરીક્ષણમાં પ્રતિબંધિત પદાર્થની હાજરી જાહેર થઈ છે જેનો ઉપયોગ નશા અને મનોરંજન માટે થાય છે.
“તેમણે કહ્યું, “હું કામચલાઉ સસ્પેન્શનનો સામનો કરી રહ્યો છું અને મને ગમતી રમતમાં ટૂંક સમયમાં પાછા ફરવા માટે આતુર છું.” જોકે, નિવેદનમાં તેમના નમૂનામાં કયો પદાર્થ મળી આવ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એ પણ સ્પષ્ટ નથી કે તપાસ ‘સ્પર્ધામાં (IC)’ થઈ હતી કે ‘સ્પર્ધાની બહાર (OOC)’.
આ પણ વાંચો:ગુજરાત માટે મોટા સમાચાર, શું શુભમન ગિલ આગામી મેચ નહીં રમી શકે?
આ પણ વાંચો:BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ જાણો કોને કેટલા રૂપિયા મળશે? શું કહે છે BCCIનો નિયમ
આ પણ વાંચો:કૃણાલ પંડ્યાની જબરદસ્ત બેટિંગે બેંગ્લોરને દિલ્હી સામે જીતાડ્યું, કોહલીની હાફ સેન્ચુરી
