નવી દિલ્હી,
લોન માફી સહિતની અનેક માંગોને લઈ વિરોધ કરી રહેલા હજારો ખેડૂતો રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે. આ દરમિયાન તેઓ સંસદ ભવનનો ઘેરાવ કરવાના છે અને આ માટે ખેડૂતોનો માર્ચ શરુ પણ થઇ ગયો છે.
Delhi: Latest #visuals from near Jantar Mantar on the second day of 2-day protest by farmers from all across the nation, who are asking for debt relief, better MSP for crops, among other demands pic.twitter.com/SIccqj6DIo
— ANI (@ANI) November 30, 2018
અખીલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી દિલ્હી પહોંચી રહેલા ખેડૂતો દ્વારા પોતાની જે માંગોને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે, એમાં સ્વામીનાથન કમીશન પણ છે.
સ્વામીનાથન કમીશનનું નવેમ્બર, ૨૦૦૪માં કરાયું ગઠન
હકીકતમાં, વર્ષ ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની નીતિ બાદ ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં વ્યાપક વૃદ્ધિ થઇ હતી. ત્યારબાદ દેશમાં વિદેશી હુંડિયામણ આવવાના કારણે ઉદ્યોગ-ધંધા તેમજ સર્વિસ સેકટરમાં તેજી આવી હતી, પરંતુ ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો થયો હતો.

આ માટે સરકાર દ્વારા નવેમ્બર, ૨૦૦૪માં રાષ્ટ્રીય ખેડૂત આયોગનું ગઠન કર્યું હતું અને પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને ભારતમાં હરિત ક્રાંતિના જનક એમ એસ સ્વામીનાથનને આ આયોગના ચેરમેન બનાવાયા હતા.
જો કે ત્યારબાદ બે વર્ષ બાદ જ સ્વામીનાથને રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતી, પરંતુ હજી સુધી આ કમીશન પર આંશિક રીતે જ અમલ કરવામાં આવ્યો છે.
સ્વામીનાથન કમીશનમાં કરવામાં આવેલી દલીલો :
૧. ખેડૂતોની ખેતપેદાશોમાં લાગનારા મૂલ્યથી ૫૦ ટકા વધુ કિંમત આપવામાં આવે.
૨. ખેડૂતોને સારી ખેતપેદાશો માટે સારી ગુણવત્તાવાળા બીજ ઓછામાં ઓછા ભાવમાં આપવામાં આવે.
૩. ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા સાથે જોડાયેલી જાણકારી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા માટે ગામડાઓમાં વિલેજ નોલેજ સેન્ટરનું નિર્માણ કરવું.
૪. ખેડૂતોને કુદરતી આફતોથી થનારા આર્થિક નુકશાનથી બચાવવા માટે કૃષિ રાહત ફંડની જોગવાઈ કરવી.
૫. ખેતીની અને જંગલોની જમીનને કોર્પોરેટ જેવા કામો માટે આપવામાં ન આવે.
૬. ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે લોનનું પ્રાવધાન કરવામાં આવે અને આ માટેના વ્યાજદરોને પણ ન્યૂનતમ રાખવામાં આવે.
