Vadodara News/ “ન્યાય નહીં મળે તો CCI સેન્ટર પર જ જીવ આપીશ”, ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી!

વડોદરાના સમલાયા CCI સેન્ટર પર કપાસની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ હોબાળો કર્યો છે. પેમેન્ટ ન મળતા ખેડૂત વિજય પટેલે આત્મવિલોપનની ચીમકી આપી છે.

Gujarat Vadodara Trending
CCI

Vadodara Samlaya CCI Center: વડોદરા જિલ્લાના સમલાયા સ્થિત CCI (Cotton Corporation of India) સેન્ટર પર કપાસની ખરીદીમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો છે. જાવલા ગામના ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા દોઢ મહિનાથી તેમને કપાસનું પેમેન્ટ મળ્યું નથી અને ઉપરથી વજનમાં પણ મોટી કપાત કરવામાં આવી રહી છે. અન્યાયથી કંટાળેલા એક ખેડૂતે તો CCI સેન્ટર પર જ આત્મઘાત કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

શું છે ખેડૂતોના ગંભીર આક્ષેપો?

જાવલા ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા આક્ષેપ કર્યો છે કે 12 ડિસેમ્બર 2025થી કપાસ વેચ્યો હોવા છતાં હજુ સુધી તેમના ખાતામાં નાણાં જમા થયા નથી. ખેડૂતોનું કહેવું છે કે CCI સેન્ટર પર ‘ઘટ’ ના નામે પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ કાપી લેવામાં આવે છે, જેના કારણે 4 ખેડૂતોના 9 ક્વિન્ટલ કપાસમાં અંદાજે ₹72,000 જેટલી મોટી રકમની કપાત કરી દેવામાં આવી છે.

CCI

“ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરીશ”

ખેડૂત વિજય પટેલે ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો તેમને તાત્કાલિક ન્યાય નહીં મળે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય, તો તેઓ CCI સેન્ટર પર જઈને આત્મવિલોપન કરશે. ખેડૂતોનો એવો પણ આરોપ છે કે જ્યારે તેઓ રજૂઆત કરવા જાય છે ત્યારે સેન્ટર પર જવાબદાર અધિકારીઓ હાજર હોતા નથી.

Vadodara: તંત્રની કામગીરી પર સવાલ

ખેડૂતોનું કહેવું છે કે પરસેવાની કમાણીના નાણાં મેળવવા માટે અમારે ધક્કા ખાવા પડે છે. અધિકારીઓની ગેરહાજરી અને વજનમાં થતી આ કપાત કોઈ મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહી છે. હાલ તો ખેડૂતોની આ ચીમકી બાદ સમલાયા પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ખેડૂતોએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાં પાયે ગેરરીતિ સામે આવી

આ પણ વાંચો: જામનગર જેટકો કૌભાંડની આગ હવે ગોંડલ અને કચ્છ સુધી ફેલાઈ, ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!