Kutch News/ કચ્છના સરહદી વિસ્તારમાં ખેતીના નામે ગૌચર જમીન પર દબાણ, કોઠારા-ભેદીમાં તંત્રએ હટાવ્યા 15 કબજા

Kothara Bhedi Gauchar Land: અબડાસાના કોઠારા-ભેદીમાં પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહી. 400 એકર ગૌચર જમીન પરથી 15 દબાણકારોના કબજા દૂર કરાયા, રૂ.1.20 કરોડની જમીન સરકાર હસ્તક પરત લેવાઈ.

Gujarat Top Stories Others Breaking News
Kothara Bhedi Gauchar Land: ગૌચર જમીન દબાણમુક્ત, 15 દબાણકારોના કબજા હટાવાયા

Kutch News: અબડાસા તાલુકાના સીમાવર્તી વિસ્તારમાં સરકારી ગૌચર જમીન પર થયેલા દબાણ સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારા અને ભેદી (Kothara Bhedi Gauchar Land) ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર ખેતીના હેતુથી કરવામાં આવેલા દબાણો દૂર કરીને અંદાજે 400 એકર ગૌચર જમીન દબાણમુક્ત કરવામાં (Encroachment Removal) આવી છે.

Kothara Bhedi Gauchar Land: 15 દબાણકારોના કબજા દૂર કરાયા

તંત્રના જણાવ્યા મુજબ, સરકારી જમીન પર ખેતી માટે કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં કુલ 15 દબાણકારોના કબજા હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ.1 કરોડ 20 લાખ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સરહદી વિસ્તાર હોવાથી કાર્યવાહી મહત્વપૂર્ણ

પશ્ચિમ કચ્છ પોલીસના (West Kutch Police) જણાવ્યા પ્રમાણે, સરહદી વિસ્તારની સુરક્ષા અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાઓને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ અને વહીવટી તંત્રનું સંકલન

કોઠારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાડા સહિતના પોલીસ કર્મચારીઓએ કોઠારા ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.સરકારી સર્વે નંબર 871, 872, 873, 945, 946 અને 947 પૈકીની જમીન પર ખેતીના હેતુથી થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

15 દબાણકારોના નામ

તંત્ર દ્વારા જાહેર કરવામાં (Kutch Encroachment) આવેલી વિગતો મુજબ દબાણકારોમાં હેમભા સુમરાજી ધલ, કેશુભા નવુભા સોઢા, નવુભા તેજમલજી ધલ, સામતજી તેજમલજી ધલ, ઉકાજી તેજમલજી ધલ, સુરુભા તેજમલજી ધલ, પનુભા તેજમલજી ધલ, ફતેસંગજી તેજમલજી ધલ, હરીભા જવણજી સોઢા, રામસંગજી ડુજાજી ધલ, ભરતસિંહ સતુભા ધલ, કરમજી ઉકાજી ધલ, નોધણજી ઉકાજી ધલ, ખાનજી બારજ અને નરેન્દ્રસિંહ પચાણ સોઢાનો સમાવેશ થાય છે.

જમીન સરકાર હસ્તક પરત

દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ સંબંધિત ગૌચર જમીન સરકારના કબજામાં પરત લેવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. સરહદી વિસ્તારમાં આવેલી સરકારી જમીનને (Government Land) દબાણમુક્ત કરાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો: મણિયોરની ગૌચર જમીનમાં રેતી ખનનના આક્ષેપ, TDOએ સરપંચ પાસે માંગ્યો ખુલાસો

આ પણ વાંચો: મહેસાણાના કડા ગામે ગૌચર જમીનમાં રૂ.98 લાખના ખનનનો આક્ષેપ, અધિકારી સામે કાર્યવાહી

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળમાં ગેરકાયદેસર ખનનના આક્ષેપ, ગૌચર જમીન પર ખાણો ધમધમતી હોવાની ફરિયાદ