Not Set/ ગાંજા વાવાઝોડાને લીધે ખેતી નાશ થતા ખેડૂતે ઝેરી દવા પીને કર્યો આપઘાત

તાંજોર તમિલનાડુમાં ગાજા વાવઝોડાને લીધે અત્યાર સુધી ઘણા લોકોના મોત થઇ ચુક્યા છે. આ વાવાઝોડાને લીધે પાંચ જિલ્લાઓને ઘણું વધારે નુકશાન થયું છે. તમને જણાવી દઈએ કે ૨ લાખ લોકો આજે પણ હજુ રાહત શિબિરમાં છે. તાંજોર જીલ્લામાં ઓર્થંડુ ગામમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. ૫૫ વર્ષીય નારિયેળીના ખેડૂતે આ કુદરતી આફતમાં બધું ખોઈ દેવાને […]

Top Stories Trending
1542873565 farmer ગાંજા વાવાઝોડાને લીધે ખેતી નાશ થતા ખેડૂતે ઝેરી દવા પીને કર્યો આપઘાત

તાંજોર

તમિલનાડુમાં ગાજા વાવઝોડાને લીધે અત્યાર સુધી ઘણા લોકોના મોત થઇ ચુક્યા છે. આ વાવાઝોડાને લીધે પાંચ જિલ્લાઓને ઘણું વધારે નુકશાન થયું છે.

તમને જણાવી દઈએ કે ૨ લાખ લોકો આજે પણ હજુ રાહત શિબિરમાં છે.

તાંજોર જીલ્લામાં ઓર્થંડુ ગામમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. ૫૫ વર્ષીય નારિયેળીના ખેડૂતે આ કુદરતી આફતમાં બધું ખોઈ દેવાને લીધે જીવન ટુંકાવ્યું છે.

ગાજા વાવાઝોડાને લીધે ૫ એકર જમીનમાં વાવેલી તમામ નારીયેળીનો નાશ થયો હતો.

છેલ્લા ઘણા સમયથી મૃતકનો પરિવાર આ ખેતી પર જ નિર્ભર હતો. વાવાઝોડાને લીધે તેની ખેતીને નુકશાન થયું હતું. છેલ્લા ઘણા દિવસથી સુંદરરાજ ચિંતામાં ડૂબેલા હતા જેને લીધે ભવિષ્યમાં શું થશે તે બધા વિચારોને લીધે ડીપ્રેશનમાં જતા રહ્યા હતા. ગુરુવારે સવારે તેઓ ઘર નજીક આવેલા મેદાનમાં ગયા હતા અને ઝેરી દવા ખાઈ લીધી હતી.