stock market news/ શેરબજારમાં 3 દિવસની રજા બાદ બજાર ખુલતા જ સેન્સેક્સ 72,400ના નીચા સ્તરે અને નિફ્ટી 22,000 ની ઉપલા સ્તર પર

ભારતીય બજારો સતત ત્રણ દિવસની રજા બાદ આજે વેપાર માટે ખુલ્લા છે. ભારતમાં હોળી તહેવારને લઈને ત્રણ દિવસ રજાનો માહોલ હતો. સ્થાનિક બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હોવાનું જણાય છે.

Top Stories Breaking News Business
Beginners guide to 2024 03 26T095902.704 શેરબજારમાં 3 દિવસની રજા બાદ બજાર ખુલતા જ સેન્સેક્સ 72,400ના નીચા સ્તરે અને નિફ્ટી 22,000 ની ઉપલા સ્તર પર

ભારતીય બજારો સતત ત્રણ દિવસની રજા બાદ આજે વેપાર માટે ખુલ્યા છે. ભારતમાં હોળી તહેવારને લઈને ત્રણ દિવસ રજાનો માહોલ હતો. સ્થાનિક બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હોવાનું જણાય છે. આજે નિફ્ટી સેન્સેક્સ કરતાં વધુ ઘટી રહ્યો છે અને તે દોઢ ટકાથી વધુના નુકસાન સાથે ખુલ્યો છે. હકીકતમાં, આ રજાના દિવસોમાં અમેરિકન બજારોમાં ઘટાડાનો દબદબો રહ્યો હતો અને ડાઉ જોન્સ ઉપલા સ્તરોથી નીચે સરકી ગયો હતો. જોકે, આજે ભારતીય બજાર ખુલતાની સાથે જ તે રિકવરી મોડમાં પરત ફરતું જણાય છે અને નબળાઈ ઓછી થઈ ગઈ છે.

બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ 22 હજારની ઉપરની સપાટી વટાવી દીધી હતી અને સવારે 9.25 વાગ્યે તે 28.90 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઉછાળા સાથે 22,067ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના શેરમાં ઘટાડાને કારણે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે કારણ કે આ શેરોનું વેઈટેજ વધારે છે.

સ્થાનિક બજારની શરૂઆત આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે થઈ છે. BSE સેન્સેક્સ 434.97 પોઈન્ટ અથવા 0.60 ટકાના ઘટાડા સાથે 72,396 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી 148.85 પોઈન્ટ અથવા 0.67 ટકાના ઘટાડા સાથે 21,947.90 પર ટ્રેડિંગ ખોલ્યો. બેંક નિફ્ટી આજે 310.80 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 46,552ની ઉપર ખુલ્યો હતો અને બેંક નિફ્ટીના અડધાથી વધુ શેર નબળાઈ સાથે ખુલ્યા હતા.

આજે ભારતીય બજાર ત્રણ દિવસ પછી ખુલ્યું છે અને BSE સેન્સેક્સ 136.71 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 72695 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSEનો નિફ્ટી ઊંડો ઘટાડા પર હતો અને 359.60 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઘટાડા સાથે 21737ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 13માં વધારો અને 17માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેર મજબૂતાઈ સાથે અને 28 શેર નબળાઈના લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ uttarpradesh news/જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી , સ્લો પોઈઝન અપાતું હોવાના આરોપ જેલ પ્રસાસનને ફગાવ્યા

આ પણ વાંચોઃ BJP-Congress/કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કંગના રનૌત પર અભદ્ર કમેન્ટ કરવા પર રાજકારણમાં ગરમાવો, ભાજપના આકરા પ્રહાર, NCW એકશનમાં

આ પણ વાંચોઃ Delhi Capitals/IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી

આ પણ વાંચોઃ Border–Gavaskar Trophy/બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય