આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને Farmers benifit તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે.
આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ Farmers benifit તા.15 જૂન-2023 સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી 15 જુલાઈ 2023 એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે તેમ, નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય Farmers benifit વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા. 14 જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થયેથી નિયત Farmers benifit પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે, જેની તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Bipperjoy/ બીએસએફ ગુજરાત આવનારા ચક્રવાતી તોફાન માટે તૈયાર
આ પણ વાંચોઃ Cyclone Biparjoy Track/ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જાણો કયા રાજ્યમાં ક્યારે આપશે દસ્તક
આ પણ વાંચોઃ દ્વારકાધીશ મંદિર/ ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈઃ અશુભના સંકેત
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે દ્વારકા મોકલી આપી મદદ
આ પણ વાંચોઃ Cyclone/ 5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક જ વિનાશના તોફાનો કેમ વધ્યા ગુજરાત તરફ?