- પોશીનાના કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એસીબીની ટ્રેપ
- આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર 4000ની લાંચ લેતા ઝડપાયા
- નોકરી દરમિયાન હેરાનગતિના કરવા માટે માંગી હતી લાંચ
- સાબરકાંઠા એસીબી પોલીસ ના અધિકારી એ ટ્રેપ કરી
પોશીના તાલુકાના કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. પોતાના તાબા હેઠળના કોન્ટ્રાક્ટ કર્મચારી સામે વહીવટી કાર્યવાહીનું સેટિંગ પાડવા લાંચ માંગી હોવાનું સામે આવ્યુ છે. કર્મચારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ મેડિકલ ઓફિસર લાંચની રકમ સ્વિકારતા ઝડપાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એસીબીએ સફળ ટ્રેપ કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર હસમુખ ચૌહાણે પોતાના તાબા હેઠળના કોન્ટ્રાક્ટ કર્મચારી પાસે નોકરી દરમ્યાન રીપોર્ટ નહિ કરવા 4,000 લાંચ માંગી હતી. જેમાં લાંચ રૂશ્વત વિરોધી ખાતાના અધિકારીઓએ મેડિકલ ઓફિસરને ઝડપી લેતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
