Not Set/ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, જમાલપુરમાં તલવાર બતાવી વેપારીને ધમકાવ્યો

અમદાવાદમાં ગુનાખોરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો પોતાને અસલામત હોય તેવું અનુભવ કરી રહ્યા છે. જેનો વધુ એક નમૂનો વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે. વિડીયો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ફુલ બજાર પાસેની હોવાનું લાગી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિની હાથમાં તલવાર દેખાય રહી છે. અને તે પાથરણા વાળાની પાસેથી રૂપિયાની માંગણી કરી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં ગુનાખોરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો પોતાને અસલામત હોય તેવું અનુભવ કરી રહ્યા છે. જેનો વધુ એક નમૂનો વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે.

વિડીયો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ફુલ બજાર પાસેની હોવાનું લાગી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિની હાથમાં તલવાર દેખાય રહી છે. અને તે પાથરણા વાળાની પાસેથી રૂપિયાની માંગણી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

mantavyanews.com

વિડીયો જોતા અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદમાં ગુંડાગીરી કેટલી હદે વધી ગઈ છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો તેવું લાગી રહ્યું છે.

સવાલ અહીં એ ઉદભવે છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ આખરે કોણ છે ? અને કોના બળ પર આટલી દાદાગીરી કરતો દેખાય રહ્યો છે? અને શું પોલીસ તેને પકડીને તેને કાયદાનું ભાન કરાવશે કે નહીં ?.