Dang News/ ડાંગ જિલ્લાના ૪૩ જેટલા ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની જાહેરાતને પગલે વિરોધ

કોંગ્રેસ પક્ષ દ્વારા ગામે ગામ બેઠકો કરી ને આ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ

Top Stories Gujarat

Dang News : ઈકો સેન્સિટિવ ઝોન નો વિરોધ ગુજરાત ભરમાં થઈ રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ૪૩ જેટલા ગામોને પણ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરતા આજરોજ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી કલેકટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના ૪૩ જેટલા ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની જાહેરાત ને પગલે ડાંગમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.

બીજીતરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ગામે ગામ બેઠકો કરી ને આ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આજરોજ વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે બિરસામુંડા સર્કલ થી જિલ્લા કલેકટર સુધી એક રેલી યોજી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ને ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવી આ ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં ન સમાવવા ની માંગ કરી છે જો તેમની માંગ ન સંતોષવામાં આવે તો આગામી સમયમાં ધરણાં કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી