અયોધ્યા શહેરમાં ભગવાન રામ મંદિરના નિર્માણ અને શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં એક અલગ જ ખુશીનો માહોલ છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસમાણ મીરના રામ ભજનને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર પ્રશંસનીય પોસ્ટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતી લોકગાયક ઓસમાણ મીરનું ‘રામજી કી સવારી’ નામનુ ભકિતમય ગીત રજુ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું, “અયોધ્યા શહેરમાં શ્રી રામજીના આગમનને લઈને સર્વત્ર ઉત્સાહ અને આનંદ છે. ઓસમાણ મીરજીના આ મધુર રામ ભજનને સાંભળીને તમને તેની દિવ્ય અનુભૂતિ થશે.”
अयोध्या नगरी में श्री रामजी के पधारने को लेकर हर ओर उमंग और उल्लास है। उस्मान मीर जी का यह मधुर राम भजन सुनकर आपको इसी की दिव्य अनुभूति होगी। #ShriRamBhajan https://t.co/EcYGH8UaP6
— Narendra Modi (@narendramodi) January 10, 2024
અગાઉ પણ એક ભજન વિશે કરી હતી પોસ્ટ
જણાવી દઈએ કે આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ગીતા રબારી, વિકાસ અને મહેશ કુકરેજાનું રામ ભજન પોસ્ટ કર્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “અયોધ્યાની સાથે સાથે, આજે દેશભરમાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે શુભ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ શુભ અવસર પર, તમારે વિકાસ જી અને મહેશ કુકરેજા જીનું રામ ભજન પણ સાંભળવું જોઈએ.
अयोध्या के साथ देशभर में आज हर ओर प्रभु श्री राम के स्वागत में मंगलगान हो रहा है। इस पुण्य अवसर पर राम लला की भक्ति से ओतप्रोत विकास जी और महेश कुकरेजा जी के राम भजन को आप भी जरूर सुनिए।#ShriRamBhajanhttps://t.co/yHYgEqiSt8
— Narendra Modi (@narendramodi) January 8, 2024
રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ વિશ્વભરમાંથી કરોડો રામ ભક્તો અયોધ્યા આવશે. તેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું છે.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા
