ટોલ ટેક્સ/ હાઈવે પર ટોલ ટેક્સથી થી બચવા ડ્રાઈવરો અપનાવી રહ્યા છે આ કીમિયો, NHAI એલર્ટ

હાઈવે પર લેવાતા ટોલ ટેક્સથી બચવા ડ્રાઈવરો નવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો અને અન્ય ભારે વાહનોના ડ્રાઈવરો NHAIની ટોલ સિસ્ટમથી બચવા વાહન પર ફાસ્ટેગ લગાવી રહ્યા છે.

Top Stories India

દેશમાં નેશનલ હાઈવે પર લેવાતા ટોલ ટેક્સથી બચવા ડ્રાઈવરો નવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો અને અન્ય ભારે વાહનોના ડ્રાઈવરો NHAIની ટોલ સિસ્ટમથી બચવા માટે પોતાના વાહન પર ફાસ્ટેગ લગાવી રહ્યા છે તો કેટલાક એક કરતા વધુ ફાસ્ટેગ લગાવી રહ્યા છે. તોટોલ બચાવવા માટે ટ્રક ડ્રાઇવરો અને ભારે વાહનોના ડ્રાઇવરો તેમની કાર સાથે ફાસ્ટેગ જોડીને ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ટોલ ટેક્સ પર આ કિસ્સાઓ વધતા NHAIના ધ્યાનમાં આ વાત સામે આવી.

NHAI ધ્યાનમાં આવ્યું કે કેટલાક ટ્રક ચાલકો તેમની કારમાં ફાસ્ટેગ લગાવીને ટોલ પ્લાઝા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ છેતરપિંડી સામે આવતા NHAIએ આને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. આ ચાલકો ટેકસના આપવા માટે સિસ્ટમને ગેરમાર્ગે દોરવા એક કરતાં વધુ FASTag લગાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટોલ ટેક્સ ચોરીના કારણે ટોલ પ્લાઝા પર સિસ્ટમ્સ છે, પરંતુ તેમાં પણ કેટલીક તકનીકી સમસ્યાઓ આવતી રહે છે. જેનો લાભ કેટલાક ટ્રક ચાલકો લઇ રહ્યા હતા. તેઓ ટ્રકની વિન્ડ સ્ક્રીન પર કાર માટે જારી કરાયેલા ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા.

ટોલ ટેક્સમાં ચોરીની યુક્તિ
હાઈવે પર ખાનગી વાહનો કરતા ટ્રકોએ વધારે ટોલ ચૂકવવો પડે છે જ્યારે કારને ઓછો ટોલ ચૂકવવો પડે છે. આ જ કારણે ટ્રકો પર કારનો ફાસ્ટેગ લગાવી ડ્રાઈવરો હાઈવે પર અવર-જવર કરતા હતા. ટ્રક પર કારનો ફાસ્ટ ટેગ લગાવી ડ્રાઈવરો એકથી વધુ વખત રાઉન્ડ મારતા હતા. ટોલ ટેક્સ ચોરીના આ પ્રકારના વધુ કિસ્સાઓ બનતા તંત્રને શંકા ગઈ. આમાં, એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેમાંથી બહાર નીકળતા પહેલા ટોલ ચૂકવતી વખતે ફાસ્ટેગ મેચ થતો ન હતો. અલ્હાબાદ હાઈવે પર જ્યારે આવા અનેક કિસ્સા સામે આવ્યા ત્યારે ટોલ અધિકારીઓ શંકાસ્પદ બન્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક વાહનોમાં એકથી વધુ ફાસ્ટેગ હતા. તેઓ એક્સપ્રેસવેમાં પ્રવેશતી વખતે બીજું ફાસ્ટેગ પહેરતા હતા, પરંતુ જ્યારે તેઓ એક્સપ્રેસવેમાંથી બહાર નીકળતા પહેલા ટોલ ભરવાની નજીક આવતા હતા, ત્યારે તેઓ બીજું ફાસ્ટેગ લગાવતા હતા. અલગ-અલગ ફાસ્ટેગના કારણે સિસ્ટમ તે મેચ કરી શકતી નહોતું. સિસ્ટમમાં રહેલ આ ખામીના કારણે તે સમયે ચાલકોને જવા દેવામાં આવતા હતા.

ટ્રક ચાલકો ફાસ્ટેગનો કરે છે ઉપયોગ
રોડનો ઉપયોગ કરતા આઠ કરોડથી વધુ લોકોને ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે. આનાથી દરરોજ આશરે રૂ. 190 કરોડની આવક થાય છે, જેમાં ટ્રકર્સ બહુવિધ ફાસ્ટેગનો ઉપયોગ કરીને તેમની કાર અને અન્ય વાહનોમાં ફાસ્ટેગ જોડીને ટોલ ચોરી કરતા હતા. સૂત્રોનું કહેવું છે કે એ પણ શક્ય છે કે કેટલાક વાહનચાલકો હજુ પણ કોઈ નવી રીતે ટોલ ઉઘરાવતા હોય. અગાઉ, ફાસ્ટેગ રિચાર્જ કરવાના નામે ટોલ પ્લાઝા પરના બેંક એજન્ટો વાહનચાલકો પાસેથી 100 થી 200 રૂપિયા અને કેટલાક કિસ્સામાં તેનાથી પણ વધુ વસૂલતા હતા.