unjha-apmc/ ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું

Mahesana News : ઊંઝા APMC ના બોર્ડ ઓફ ડિરેકટર્સ(BOD)ની ચૂંટણીમાં ભાજપે તૈયાર કરેલી ફોર્મ્યુલા મુજબ ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલની મેન્ડેટ નહીં બાદબાકી કરાશે.

Gujarat Others Breaking News
Copy of Cricket Tutorials YouTube Thumbnail 99 ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું

Mahesana News : ઊંજા APMCમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણીના મેદાનમાં રહેલા ખેડૂત વિભાગના 20 અને વેપારી વિભાગના 16 ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં આવનાર હોવાથી કુલ 1066 મતદારો કોના ઉપર પસંદગીનો મહોર લગાવશે તે જોવાનું રહેશે. જેથી ચૂંટણીમાં 17મી ડિસેમ્બરના રોજ જાહેર થનાર પરિણામ ખૂબ રસપ્રદ રહેશે.

ઊંઝા એપીએમસી(APMC)ની ચૂંટણી 16મી ડિસેમ્બરના રોજ યોજાનાર ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળીને કુલ 14 બેઠકો માટે મતદાન થવાનું છે. જયારે ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક ઉપર એકમાત્ર દિનેશ પટેલ(Dinesh Patel)નું ઉમેદવારી ફોર્મ રજૂ થયું હોવાથી તેઓ બિનહરીફ થયા છે. યાર્ડની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા ભાજપના ત્રણ જૂથો સક્રિય બન્યા હતા. ફોર્મ પરત ખેંચવાની અંતિમ  તારીખે માર્કેટયાર્ડની ચૂંટણી સમરસ થાય તે માટે ભાજપે પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચૂંટણી લડવાની મક્કમતા દર્શાવતા ઈફકો, ખેડબ્રહ્મા, હારીજ જેવો બળવો થવાના મળેલા સંકેતને પગલે એકપણ ઉમેદવારને પક્ષનો મેન્ડેટ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો.

ખેડૂત વિભાગ (1) પટેલ ડાહ્યાભાઇ હરગોવનદાસ, સુણોક, (2) પટેલ રમણભાઈ ઈશ્વરભાઈ , ઉપેરા, (૩) પટેલ ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ, અમૂઢ, (4) પટેલ અંબાલાલ જોઈતારામ , ખટાસણા, (5) પટેલ ભગવાનભાઈ શિવરામભાઈ, કરણપુર , (6) પટેલ પ્રહેલાદભાઈ હરગોનદાસ, ભુણાવ , (7) પટેલ ધીરેન્દ્રકુમાર બાબુલાલ, લીંડી , (8) પટેલ કનુભાઈ રામભાઇ, બ્રાહ્મણવાડા , (9) પટેલ હસમુખભાઈ કચરાભાઈ, ઊંઝા , (10) પટેલ સુપ્રીત ગૌરાંગભાઈ, ઊંઝા વેપારી વિભાગ (11) પટેલ કનુભાઈ પરસોત્તમદાસ,  ઊંઝા, (12) પટેલ પ્રહેલાદભાઈ મોહનલાલ, રણછોડપુરા, (1૩) જોષી ભાનુભાઈ શંકરલાલ, ઊંઝા , (14) પટેલ વિષ્ણુભાઈ વિઠલદાસ, ઊંઝા

ત્યારબાદ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) જૂથ સામે ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મંત્રી નારણ પટેલ(Naran Patel) જૂથે હાથ મિલાવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. હવે મતદાનને આડે 4 દિવસ બાકી છે, ત્યારે ભાજપ(BJP) દ્વારા એકાએક ઊંઝાની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 14 બેઠકોના અને વેપારી વિભાગની 4 બેઠકોના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પક્ષ દ્વારા જૂના જોગીઓની બાદબાકી કરીને નવા ચહેરાઓ ઉપર પસંદગી ઉતારવામાં આવતાં જૂના જોગીઓમાં અસંતોષ ફેલાયો છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી

આ પણ વાંચો: ઊંઝા APMC ની 133 દુકાનોનો મામલો, આજે ત્રીજા દિવસે પણ વેપારીઓ દ્વારા કામકાજ બંધ, માર્કેટમાં થતી હરાજી પ્રક્રિયામાં ભાગ નહીં લે વેપારીઓ, આજે ત્રીજા દિવસે પણ માર્કેટમાં

આ પણ વાંચો: ઊંઝા APMC દ્વારા કિસાન અને સહકાર સંમેલન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન ઊંઝા APMC દ્વારા આ પ્રસંગે વિવિધ સહાયનું વિતરણ એપીએમસીએ છેલ્લા અઢી વર્ષમાં મેળવેલી