Gujarat News: ગુજરાત પોલીસ(Gujarat Police)ના અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) યુનિટે એક મોટા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં 20 રાજ્યોમાં 50,000 હેક થયેલા CCTV કેમેરાનો ઉપયોગ કરતી ગેંગનો નાશ કરવામાં આવ્યો છે! યુનિટના ખંતપૂર્વકના પ્રયાસોને કારણે વિવિધ વિસ્તારોમાં અનેક કેસ નોંધાયા છે, ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવ્યા છે. આપણા સમુદાયોને સુરક્ષિત રાખવામાં અથાક કાર્ય કરવા બદલ ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ અમદાવાદને સલામ! તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
Gujarat Police’s Ahmedabad Cyber Crime Unit has cracked a massive case, taking down a gang with access to a staggering 50,000 hacked CCTV cameras across 20 states!
The unit’s diligent efforts have led to the registration of multiple cases in various areas, bringing the… pic.twitter.com/FpjI7QEstg
— Harsh Sanghavi (@sanghaviharsh) March 2, 2025
મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે ત્યારે CCTV કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે નબળો પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી (Weak Security) સેટીંગ હેકર્સ માટે વીડિયો હેક (Video Hacking) કરવાનું સરળ બનાવી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા હેકર્સ લાભ લેતા હોય છે. CCTV ઘરમાં કે ઓફિસમાં ઈન્સ્ટોલ કરાવશો તો તમારે યુઝરનેમ અને પાસવર્ડ સમયાંતરે બદલવા પડશે. પાસવર્ડ ખૂબ જ મજબૂત બનાવવો પડશે, સમયાંતરે તેનું સાયબર નિષ્ણાતો પાસે ઓડિટ (Audit) કરાવવું પડશે.
જો CCTV હેકિંગ થયું તો રીઅલ ટાઈમ અપડેટ તમને મળતું રહેશે. તેમણે કહ્યું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો.
આ પણ વાંચો:સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી
આ પણ વાંચો: CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ
આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી

