Gandhinagar News/ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા કબજે કરાયેલો અંદાજે 29 કરોડના માદક પદાર્થના જથ્થાનો નાશ કરાયો

કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સનો મુદ્દામાલ 105.085 કિલોગ્રામ કુલ કિંમત રૂ.28,98,44,590નો નાશ કરવામાં આવ્યો હતો.

Gujarat Gandhinagar

Gandhinagar News : ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખુબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારૂ તથા નાર્કોટીકસના ગુન્હામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધીની સ્પેશ્યલ ડ્રાઇવ(ઝુંબેશ) મે.અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓની કચેરી તરફથી આયોજન કરવામાં આવી હતી.

જે અન્વયે મે.પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરતના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ પોલીસ અધિક્ષક, વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે.વર્મા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.વલસાડના પોલીસ ઇન્સ્પેકટર, એ.યુ.રોઝ નાઓના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ દાખલ થયેલ કુલ – ૦૭ ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી આજરોજ તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ BEIL ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપની, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, દહેજ, ભરૂચ ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના હાજરીમાં કરવામાં આવી હતી.

આમ નવસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વલસાડ જિલ્લાના કુલ 7 એનડીપીએસના ગુનામાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સનો મુદ્દામાલ 105.085 કિલોગ્રામ કુલ કિંમત રૂ.28,98,44,590નો નાશ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….

આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!