Not Set/ બનાસકાંઠા જિલ્લાની સરેગઢ અનુપમ શાળા, વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે આધુનિક શિક્ષણ

રાજસ્થાન બોડર હોવા છતાં ખાનગી શાળાને ટક્કર મારે એવા કુદરતી વાતવરણમાં બાળકોને શિક્ષણ આપી અન્ય શાળા માટે ઉદાહરણ રૂપ બની અનેક એવોર્ડ શાળાના નામે કરનાર શિક્ષકો ખરેખર સાચા અર્થમાં સરસ્વતીના ઉપાસક બન્યા છે

Gujarat Others

ગુજરાતના છેવાડે અને રાજસ્થાનને અડીને એક એવી શાળા આવેલી છે કે જેમાં વર્ષો પહેલા શિક્ષણનું પ્રમાણ નહિંવત પ્રમાણમાં જોવા મળતું હતું. પરંતુ સમય જતા શાળામાં પરિવર્તન આવ્યું.  અને આજે વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. તેમજ આ શાળા કુદરતના સાનિધ્યમાં અને સંપૂર્ણ સીસીટીવી કેમરાથી સજ્જ છે.

શાળામાં 452 બાળકો કરી રહ્યા છે અભ્યાસ

વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. પરંતુ સમય જતાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ અને લોકોમાં જાગૃતિ આવી. જેના કારણે ધાનેરા તાલુકાની શેરગઢ અનુપમ શાળા આજે આધુનિક શાળા બની ગઈ છે.  આ શાળા રાજસ્થાન સરહદે હોવા છતાં ખાનગી શાળાને ટક્કર મારે છે.  પછાત વિસ્તારની આ શાળા સાચા અર્થમાં સરસ્વતી માતાનું મંદિર બની ગયું છે.  અંહી વાલીઓ જાગૃત બનતા શિક્ષણમાં મોટું પરિવર્તન આવ્યું છે.

શેરગઢ અનુપમ શાળામાં સરસ મજાનું ગાર્ડન પણ આવેલું છે. તેમજ સમગ્ર સ્કૂલ સીસીટીવી કેમરાથી સજ્જ કરવામાં આવી છે. શાળામાં જળસંચય યોજના અંતર્ગત ભુગર્ભ ટાંકી આવેલી છે. જો શિક્ષણની વાત કરીએ તો શાળામાં શિક્ષણનો રેશિયો 80 ટકાએ પહોંચ્યો છે. સ્કૂલમાં 1 થી 8 ધોરણમાં 452 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે આ વિદ્યાર્થીઓ પાછળ સતત 11 શિક્ષકો મહેનત કરી રહ્યા છે. જેના કારણે આજે આ ગામને શિક્ષણ આધુનિકતા તરફ દોરી ગયું છે.

શાળાને સરસ અને આધુનિક બનાવવા પાછળ શાળાના આચાર્ય અમરતભાઈ ચૌધરી અને સ્ટાફની મહેનતના કારણે શાળાને અનુપમ એવોર્ડ સ્વચ્છતા એવોર્ડ ગ્રીન સ્કૂલ એવોર્ડ પણ મળેલા છે. આ ઉપરાંત વર્ષ 2016થી હાલ સુધી એન.એમ.એસની પરીક્ષામાં 15 બાળકો સમગ્ર ગુજરાતમાં મેરીટ લીસ્ટમાં આવ્યા હતા.

આ શાળા રાજસ્થાન બોર્ડર અને પછાત વિસ્તારમાં હોવા છતાં ખાનગી શાળાને ટક્કર મારી એવી છે. અંહી બાળકોને કુદરતના ખોળે શિક્ષણ મળી રહ્યું છે. મહત્વપૂર્ણ એ પણ છે કે શાળાને અનેક ઓવોર્ડ અપાવનાર શિક્ષકો ખરેખર સાચા અર્થમાં સરસ્વતીના ઉપાસક બન્યા છે.

આ છે બનાસકાંઠાની આધુનિક શાળા

શાળાનું નામ છે શેરગઢ અનુપમ પગાર કેન્દ્ર શાળા

અંહી વિદ્યાર્થીઓને મળી રહ્યું આધુનિક શિક્ષણ

શાળાને અત્યાર સુધી અનેક એવોર્ડ મળી ચુક્યા છે

વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લા માં શિક્ષણ નું પ્રમાણ નિહવત હતું સમય જતાં દિશા અને દશા બદલાઈ શિક્ષણ પદ્ધતિ બદલાઈ લોકો માં જાગૃતી આવી જેના પરિણામે ધાનેરા તાલુકા ની સેરગઢ અનુપમ શાળા બની મોડલ શાળા રાજસ્થાન સરહદે હોવા છતાં પણ ખાનગી શાળા ને પણ ટક્કર મારે એવી આધુનિક શાળા  બની સાચા અર્થ માં સરસ્વતી નું મંદિર. આ વિસ્તાર પછાતપણા ની ગણતરી માં આવતો અને શિક્ષણ ની અહીંયા કલ્પના જ નહોતી પણ આ જ વિસ્તાર સમગ્ર તાલુકા ને હંફાવી રહ્યો છે કન્યા કેળવણી ને પ્રોત્સાન આપવા વાલીઓ અને શિક્ષકો જાગૃત બન્યા છે પરિણામે શિક્ષણ માં મોટા પરિવર્તન સાથે સાક્ષરતા ના પણ માપદંડ બદલાય છે

શેરગઢ અનુપમ શાળા માં સરસ ગાર્ડન  ગાર્ડન માં ફુવારા પદ્ધતિ  સંકુલ માં સરસ્વતી નું મંદિર  cctv થી સજ્જ  2015 અને 2017 માં પુર થી મોટા નુકશાન  તરફ ગયેલી શાળા ફરી બની રહી છે આદર્શ શાળા  બની છે શાળા માં જળસંચય યોજના અંતરગ્રત ભુગર્ભ ટાકી જેવી અનેક સુવિધા થી આજે ગામ માં શિક્ષણ નો રેશિયો 80 ટકા પર પહોંચ્યો સ્કૂલ માં 1 થી 8 ધોરણ માં  452 બાળકો ને 11 નો સ્ટાફ શિક્ષણ આપી રહ્યો છે. જેની કામગીરીથી ગામના વાલીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. શિક્ષકોની કામગીરી અને વાલીઓની જાગૃતતા જ આજે ગામને આધુનિકતા તરફ દોરી ગયું છે. વાલીઓના પ્રયાસ થકી ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત છે શિક્ષણ નું પ્રમાણ વધતા રાજસ્થાન સરહદે આવેલ હોવા છતાં ભૂતકાળ ને ભૂલી ભવિસ્ય તરફ દોડ લગાવતું ગામ ને ગામ ની જ શાળા ના શિક્ષકો શિક્ષણ સ્વરૂપે વેગ આપી રહ્યા છે.

શાળાને સરસ અને આધુનિક બનાવવા આચાર્ય અમરતભાઈ ચૌધરી અને સ્ટાફની મહેનત નિખરી આવી છે. શાળાને અનુપમ એવોર્ડ સ્વચ્છતા એવોર્ડ  ગ્રીન સ્કૂલ એવોર્ડ પણ મળેલ છે. 2016 થી હાલ સુધી એન એમ એસની પરીક્ષામાં 15 બાળકો ગુજરાતમાં મેરીટમાં આવ્યા. સ્માર્ટ કલાસ અને ઓનલાઈન ટેકનોલોજી સાથે શિક્ષણની જ્યોત જગાવવના ઉદ્દેશ સાથે થતી કામગીરી જ શિક્ષણનું વ્યાપ વધારી રહી છે. એક સમયે દીકરીઓને શાળાએ મોકલવા અટકાતો સમાજ આજે દીકરીઓના શિક્ષણની વાત પર ભાર મુકતો કર્યો છે. દિકરી સાપનો ભારો નહિ પણ કુળનો દિપક છે એ બાબત સમજાવીને શાળામાં કન્યા કેળવણી ને પ્રોત્સાહન પણ અપાયું. નોકરી નહિ પણ સરસ્વતી ના પૂજારી બની કામ કરતા શિક્ષકો આજે બોડર પર શિક્ષણ નો દીવો ઝગમગાટ કરી રહ્યા છે.

રાજસ્થાન બોડર હોવા છતાં ખાનગી શાળાને ટક્કર મારે એવા કુદરતી વાતવરણમાં બાળકોને શિક્ષણ આપી અન્ય શાળા માટે ઉદાહરણ રૂપ બની અનેક એવોર્ડ શાળાના નામે કરનાર શિક્ષકો ખરેખર સાચા અર્થમાં સરસ્વતીના ઉપાસક બન્યા છે અને ગામને એક સાક્ષરતા તરફ લઈ જવાનો સફળ પ્રયત્ન એ જ દર્શાવે છે કે બનાસકાંઠા જિલ્લો પણ અન્ય જિલ્લાની માફક શિક્ષણમાં હરણફાળ ભરી રહ્યો છે.