Ahmedabad News: ગુજરાતમાં સાયબર ફ્રોડ (Cyber Fraud) કરનારાઓની ટોળકીને સાયબર ક્રાઈમે (Cyber Crime) ઝડપી પાડી છે. અમદાવાદ સાયબર સેલે સાયબર ફ્રોડ કરનારાઓ 11 લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આધારકાર્ડના (Aadhar Card) સરનામામાં છેડછાડ કરી બેંક ખાતાઓ ખોલીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કર્યાની માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ બિરદાવી છે.
Ahmedabad Cyber Crime Branch Has Busted a Big Cyber Gang from Rajasthan on Whom 109 Complaints Across 21 States Are Registered.
BIG CYBER CRIME BUST!
11 accused arrested, including mastermind!
Seized: SIM cards, passbooks, ATM cards, pistol & cartridges!Gang’s modus operandi:… pic.twitter.com/zBXHdyRn6T
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2025
સાયબર ગુનેગારોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમણે આ બેંકના ખાતાની ચીની સાયબર ગુનેગારોને માહિતી પૂરી પાડી હતી. જેમાં બહાર આવ્યું છે કે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મોટા પાયે કૌભાંડો કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમની ટોળકીએ ચાંદખેડામાં આવેલી પાર્શ્વ રેસિડેન્સીના એક ફ્લેટમાં નાણાકીય કૌભાંડો આચરતા હતા. પોલીસને 43 એટીએમ કાર્ડ, ચેકબૂક, 15 મોબાઈલ, 20 પાનકાર્ડ, 10 આધાર કાર્ડ, 1 પિસ્તોલ, 7 કારતૂસ કબ્જે કરી 11 લોકોની ધરપકડ કરી હતી. આ ટોળકી શેરબજારમાં રોકાણ કરવાના બહાને પૈસા પડાવતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બે આરોપીઓ સુરેશ બિશ્નોઈ, અનિલ બિશ્નોઈ 10 દિવસ પહેલા અમદાવાદ આવ્યા હતા. એકાઉન્ટના ભાડા પેટે 10 થી 20 હજાર રૂપિયા પણ ચૂકવાતા હતા.

સુરેશ અને અનિલ બિશ્લોઈ સુનિલ ધિરાણીના કહેવા અનુસાર કામ કરતા હતા. સુનિલ આધાર કાર્ડમાં જે તે રાજ્ય કે શહેરનું સરનામું બદલી આપતો હતો. બાદમાં સુરેશ અને અનિલ બેંકમાં ખાતું ખોલાવતા હતા. સાયબર પોલીસને 10 10 લાખના નાણાકીય વ્યવહારો થયાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા આ બે આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ સુનિલના કહેવા પ્રમાણે શહેરમાં ભાડેથી રહેતા હતા તેમજ તે રાજસ્થાનથી માણસો લાવતો હતો. ડોક્યુમેન્ટસ સાથેની છેડછાડ સુનિલ ધિરાણી કરતો હતો. સાયબર પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓના ખાતા વિરૂદ્ધ 21 રાજ્યોમાં 109 ફરિયાદ થઈ છે. હાલ તમામ વ્યવહારોની તપાસ ચાલુ છે.
આરોપીઓના નામ સુરેશ
સુરેશ જગદીશ બિશ્નોઈ, અનિલ ઉગ્રસેન બિશ્નોઈ, કૈલાસ ખ્મોરામ વિભોઈ, રેખારામ ભગવાનરામ બિશ્નોઈ, મનીષ હજારીરામ બિશ્નોઈ, વિકાસ પુનાસમ બિશ્નોઈ, સકેશ સુખલામ બિશ્નોઈ, મે શફિસ્તમ બિશ્નોઈ, માનકુલ સહીરામ બિશ્નોઈ, લલિત કુમાર શંકર લાલ બિશ્નોઈ, કુલદીપ કીચર.
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ
