Surat News/ સુરતમાં આજે અકસ્માતોની બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ, 5 યુવકના કમકમાટીભર્યા મોત

જેમાં પારલે પોઇન્ટ નજીકના ઓવર બ્રિજ પર મોડી રાત્રે બાઈક પર સવાર ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. 

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત(Surat)માં આજે અકસ્માતોની બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે. હેલ્મેટ વગર વાહન ચલાવતા 2 લોકોની જીંદગી હોમાઈ જતાં પરિવારમાં શોક છવાયો છે. સુરત પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરત ફ્લાયઓવર બ્રિજ પર આજે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં પારલે પોઇન્ટ નજીકના ઓવર બ્રિજ પર મોડી રાત્રે બાઈક પર સવાર ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો.  એક જ બાઈક પર ત્રણેય મિત્રો સવાર હતા, જેમાં 3 પૈકી 2ના મોત નિપજ્યાં છે, તેમજ એક યુવક હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડ્યો છે, તેમજ ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  ત્રણમાંથી એક પણ યુવકે હેલ્મેટ ન પહેર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Two labourers killed, 8 others injured as van overturns in Telangana's  Khammam

સુરત પોલીસને જાણવા મળ્યું કે, બાઈક ડિવાઈડર સાથે અથડાતા જોરદાર ટક્કર થઈ હતી. જેમાં યુવકો ઉછળી પડતા ઘટનાસ્થળે જ બે યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા. તો બીજી બાજુ ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયા છે. સુરતમાં અકસ્માતોની વણઝાર અટકાવવા સુરત પોલીસે આજથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. હેલ્મેટ નહીં પહેરનાર પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાકુંભમેળામાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત

આ પણ વાંચો:બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત, બે પિતરાઈ ભાઈના મોત

આ પણ વાંચો:અમદાવાદના ધંધુકાના ફેદરા-પીપળી માર્ગ પર ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નીનું મોત