Ahmedabad News : અમદાવાદની એક વૃધ્ધા સાથે થયેલા રૂ.33,35,000ના ડિજીટલ એરેસ્ટના પ્રયાસને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે નિષ્ફળ બનાવીને મહિલાને રેસ્ક્યુ કરાવી હતી.અમદાવાદ નિસ્તારમાં રહેતા નિર્દોષ નાગરિકોને સાયબર ક્રિમીનલો શિકાર બનાવે અને બેન્ક અધિકારી સાથે સંપર્કમાં રહી આવા નિર્દોષ નાગરિકો આવા સાયબર ક્રિમીનલની ધાકધમકીથી નાણા જમા કરાવવા આવે તે તાત્કાલિક પોલીસને માહિતી મળે તેમ જણાવવામાં આવ્યું હતું.

જેને આધારે 19,12,2925ના રોજ મણીનગર નિસ્તારમાંઆવેલી બેંક ઓફ બરોડાના બેન્ક મેનેજર તથા અન્ય સ્ટાફે સાયબર ક્રાઈમ બ્રાંચને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે એક વૃધ્ધ મહિલાએ તેની તમામ ફિક્સ ડિપોઝીટ વિડ્રો કરાવી છે. ઉપરાંત તમામ નાણાંરકોઈક એકાઉન્ટમાંજમા કરાવવા ખૂબ ઉતાવળ કરે છે. તે સિવાય જે એકાઉન્ટમાં રૂ.33,35,000 જમા કરાવવા માંગે છે તે એકાઉન્ટ પણ શંકાસ્પદ છે. આ મહિલાને ડરાવી ધમકાવીને કોઈ નાણાં જમા કરાવવા દબાણ કતું હોવાનું મહિલાના ચહેરા પરથી જણાય છે.

આથી તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસે એક ટીમ બનાવી મણીનગર બેંક ઓફ બરોડા બ્રાંચ ખાતે રવાના કરી હતી. પોલીસે બેંકમાં પહોંચીને બેન્ક મેનેજરને મળીને મહિલાની પુછપરછ કરી હતી. જેમાં મહિલાએ તેના મોબાઈલમાં અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હોવાનું તથા તેને ડિજીટલ એરેસ્ટ કરી હોવાનું કહ્યું હતું.
પોલીસે વોટ્સએપ મેસેજ ચેક કરતા ફોનમાં અલગ અલગ બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતા. બાદમાંપોલીસે મહિલાને ડિજીટલ એરેસ્ટ નામની કાયદાકીય કોઈ જોગવાઈ નથી. એમ મહિલાને સમજાવ્યું હતું. પોલીસ કે જજ તમારી પાસે ક્યારેય નાણાં માંગતા નથી. બાદમાં પોલીસે મહિલાને આ પરિસ્થિતીમાંથી બહાર લાવીને તેમના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. આમ પોલીસે મહિલાને રેસ્ક્યુ કરીને ડિજીટલ એરેસ્ટના નામે રૂ.33,35,000 જમા કરાવતા અટકાવીને આરોપીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસની નાગરીકોને અપીલ
ક્યારેય પોતાને સરકારી અધિકારી દર્શાવતા અજાણ્યા વોટ્સએપ પર આવતા વીડીયો કોલ પર વિશ્વાસ ન કરો
કોઈ સરકારી એજન્સી ફોન અથવા વિડિઓ કૉલ પર “ડિજિટલ ધરપકડ” કરતી નથી
કોઈપણ આર્થિક માંગણી અથવા દબાણ આવતું હોય તો તરત જ 1930 પર સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરો
શંકાસ્પદ પરિસ્થિતિમાં નજીકના સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
અમદાવાદ શહેર વિસ્તારમા રહેતા કોઈપણ નાગરીક તથા બેંક અધિકારી/કર્મચારીઓને
સાયબર ક્રાઈમને સબંધીત કાઈ શંકાસ્પદ જણાઈ આવ્યેથી તાત્કાલીક અત્રેના સાયબર ક્રાઈમ
પોલીસ સ્ટેશનના અધિકૃત મો.ન.6359625220 અને લેંડ લાઈન નંબર 079 22861917 ઉપર સપર્ક કરવા વિનંતિ છે

