Gandhinagar News: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મંત્રીમંડળનું વિસ્તરણ સુનિશ્ચિત થઈ ગયું છે. તેની સાથે નવા મંત્રીમંડળની વાઘબારસે શપથવિધિ થશે અને 18મી તારીખે ધનતેરસે નવું મંત્રીમંડળ ચાર્જ સંભાળશે તેમ માનવામાં આવી રહ્યુ છે. નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ ત્યારે જ થશે તેમ મનાય છે. આમ ગુજરાતને નવા વર્ષે નવી કેબિનેટ અને નવા મંત્રી મળશે.
આમ મંતવ્ય ન્યૂઝે અગાઉ જણાવ્યું હતું કે તેમ પહેલાં રાજીનામા લેવાનાર છે. તેના પછી આવતીકાલે એટલે કે વાઘબારસે નવા મંત્રીઓની શપથવિધિ છે. મહાત્મા મંદિરમાં બપોરે સાડા અગિયાર વાગે આ શપથવિધિ યોજવામાં આવશે. આ ઉપરાંત નવા નીમાનારા મંત્રીઓને શપથવિધિ માટે હાજર રહેવા ફોન આવવાના શરૂ થઈ ગયા છે. બધા જ મંત્રીઓ આજે સીએમ ભુપેન્દ્ર પટેલને રાજીનામાનો પત્ર સોંપશે અને તેના પછી આવતીકાલે નવા મંત્રીઓ શપથ લેશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈ ગયા છે અને ત્યાંથી બપોરે ત્રણ વાગે પરત આવશે. તેના પછી તેમને ત્યાં સાંજે ચાર વાગે કેબિનેટની બેઠક મળશે. આ બેઠક પછી સાંજે આઠ વાગ્યે ભાજપના બધા ધારાસબ્યોની બેટક મળશે. આ બેઠકમાં પક્ષપ્રમુખ જે પી નડ્ડા ધારાસભ્યોને સંબોધશે મળશે તેમ માનવામાં આવે છે. તેના પછી રાત્રે આઠ વાગે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. જો કે અટકળો એવી પણ છે કે આજે મળનારી કેબિનેટ કદાચ મોકુફ પણ મળી શકે. હવે મંત્રીઓ સીએમ ભુપેન્દ્ર પટેલને રાજીનામા આપે અને તેઓ આ રાજીનામા રાજ્યપાલને સુપ્રદ કરે છે અથવા તેઓ સીધા રાજ્યપાલને રાજીનામા આપે છે તે જોવાનું છે. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને નાયબ સીએમ બનાવવામાં આવે તેવી અટકળોએ પણ વેગ પકડ્યો છે. આવી જ વાત જયેશ રાદડિયાને લઈને તથા એકાદ મહિલા પ્રધાનને લઈને ચાલે છે.
આ બતાવે છે કે ગુજરાતમાં હવે કેબિનેટ વિસ્તરણનો ગંજીફો ચીપાઈ ગયો છે. કેબિનેટ વિસ્તરણ થઈ ગયું છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધશે તેમ માનવામાં આવે છે. હાલમાં પક્ષપ્રમુખ અને સીએમ બંને અમદાવાદના છે ત્યારે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવો ગણગણાટ થઈ રહ્યો છે.
આના પગલે સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડીયા, જીતુ વાઘાણી, રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયાનુ સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા મોટું ફેક્ટર બનીને ઉભર્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધારે હોય તો આશ્ચર્ય નહીં થાય. આ જ રીતે ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરીનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત હર્ષ સંઘવીનું સ્થાન પણ નિશ્ચિત મનાય છે.
પક્ષે આવતીકાલના શપથવિધિ સમારંભમાં બધા જ ધારાસભ્યોને હાજર રહેવા માટે જણાવી દીધું છે. તેથી આજે પડનારા રાજીનામાની સાથે-સાથે આવતીકાલના નવા મંત્રીઓ પણ સુનિશ્ચિત થઈ જવાના છે. આમ ગુજરાતમાં વિજય રૂપાણી સહિતની આખી કેબિનેટની વિદાય પછી આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ હશે.
આ પણ વાંચો: Breaking News/આવતી કાલે મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ
આ પણ વાંચો: Gandhinagar News/વિજય મુહૂર્તમાં 17 ઓક્ટોબરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓને બે દિવસ ગાંધીનગરમાં રહેવા સૂચના
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના રાષ્ટ્રીય મહા મંત્રી સુનીલ બંસલ આવતીકાલે આવશે ગુજરાત
