ભીષણ આગ/ વડોદરાના હરણી વિસ્તારના જલારામ ટીમ્બર માર્ટનાં ગોડાઉનમાં ભીષણ આગ

આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ ભારે જહેમત ઉઠાવી રહી છે,આગ ક્યા કારણસર લાગી છે તેનું કારણ હાલ જાણી શકાયું નથી 

Top Stories Gujarat

વડોદરામાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે,વડોદરા મહા નગરપાલિકાના હરણી વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.હરણી વિસ્તારમાં આવેલા જલારામ ટીમ્બર માર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે,આ આગના લીધે વિસ્તારમાં ધુમાડાે જોવા મળી રહ્યો છે આ આગ એટલી ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની 9 ગાડિઓ ઘટના સ્થળે પહોચી ગઇ છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ ભારે જહેમત ઉઠાવી રહી છે, આ લખાય છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાયું નથી. આગ ક્યા કારણસર લાગી છે તેના કારણો હાલ જાણવા મળ્યા નથી

હરણી વિસ્તારમાં આગના બનાવના લીધે લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સત્વરે ફાયર બિગ્રેડને આ ભીષણ આગ અંગેની જાણ કરવામાં આવી હતી,આ આગને ફાયર બ્રિગેડ દ્વારા મેજક કોલ જાહેર કરવામાં આવ્યો છે, હાલ કોઇ અંદાજિત કેટલું નુકશાન યું છે તેની ખબર પડી નથી