કાઠમંડુ
નેપાળની સરકારે સીતા વિવાહમાં શામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. નેપાળમાં વિવાહ પંચમી ૧૨ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
દર વર્ષે ભગવાન રામનો વરઘોડો અયોધ્યાથી નીકળે છે અને જનકપુર પહોંચે છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી ભગવાન રામની જાન લઈને જનકપુર પહોચશે.
વર્ષ ૧૯૧૦માં જનકપુરમાં માતા સીતાને સર્પિત એવું જાનકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ૫૦ મીટર ઊંચું છે અને ૪૮૬૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. જાનકી મંદિરનું નિર્માણ પથ્થર અને માર્બલથી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતાઓ અનુસાર માતા સીતાનો જન્મ નેપાળમાં જનકપુરમાં થયો હતો. પીએમ મોદી આ યાત્રા દરમ્યાન જનકપુર-જ્યાનગર રેલ્વેનું ઉદ્ઘાટન પણ કરશે. તમને જણાવી દઈએ કે મેં મહિનામાં પીએમ મોદીએ જનકપુરની મુલાકાત લીધી હતી અને આ દરમ્યાન અયોધ્યા-જનકપુર વચ્ચે બસની સેવા શરુ કરાવવાની સાથે જ જનકપુર માટે ૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. નેપાળમાં મોદીની આ પાંચમી યાત્રા હશે.
માતા સીતાની પૂજા કકરવી એ મારું સૌભાગ્ય
આની પહેલાની યાત્રામાં જાનકી મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું, “મને ગર્વ છે કે અહિયાં આવીને માતા સીતાની પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. હું ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેઓએ જનકપુરમાં આવીને મંદિરમાં પૂજા કરી છે. હું નેપાળના પ્રધાનમંત્રીને ધન્યવાદ કરું છું”.
બંને દેશ મળીને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યા છે
તેઓએ વધુમાં જણાવ્યું, “સમગ્ર દુનિયામાં પ્રવાસન ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે બંને દેશ મળીને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યા છે. મારા મારે ખુશીની વાત છે કે, જે યુપીના બનારસે મને પ્રધાનમંત્રી બનાવ્યો છે અને તે જ યુપીના અયોધ્યાથી જનકપુર વચ્ચે બસ સેવા શરુ થઇ રહી છે”.
આ એક ઐતિહાસિક પળ છે
પીએમ મોદી આ બસ સેવાને ઐતિહાસિક પળ ગણાવતા કહ્યું, “આ એક ઐતિહાસિક પળ છે કે નેપાળના પ્રધાનમંત્રી સ્વયં કાઠમાંડુથી જનકપુર આવ્યા અને મારું સ્વાગત-સન્માન કર્યું. હું નેપાળ સરકારનો, રાજ્ય સરકારનો અને નગર સરકારનો આભાર વ્યક્ત કરું છું. નેપાળે મને જે સન્માન આપ્યું છે, જે હજારો વર્ષોની પરંપરા અને સવા સો કરોડ ભારતવાસીઓનું સન્માન છે.
