બેંગલુરુ,
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સ દ્વારા સિદ્ધારમૈયા સરકાર પર હુમલો બોલ્યો હતો. પત્રકાર પરિષદ દરમિયાન અમિત શાહ વર્તમાન સિદ્ધારમૈયા સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ આ વાતચીત દરમિયાન ભાજપના અધ્યક્ષની જીભ લપસી ગઈ હતી અને આ કારણે તેઓને સોશિયલ મીડિયામાં લોકોની ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું.
મંગળવારે બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન અમિત શાહ સિદ્ધારમૈયા સરકારની કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓએ ભૂલથી બોલ્યા હતા કે, જો ભ્રષ્ટાચારમાં કોઈ પ્રતિસ્પર્ધા કરવામાં આવે તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચારમાં નંબર વનનો એવોર્ડ આપવો જોઈએ.’
બીજી બાજુ અમિત શાહ જયારે આ વાક્ય બોલ્યા ત્યારે યેદિયુરપ્પા તેઓની બાજુમાં બેઠા હતા. જો કે ત્યારબાદ આ વાક્ય બોલતા જ બાજુમાં બેઠેલા ભાજપના નેતાએ તેમને સુધાર્યા હતા કે “યદુરાપ્પા સરકાર નહીં, સિદ્ધારમૈયા સરકાર”. ત્યારબાદ અમિત શાહે આ વાક્યને સુધાર્યું હતું.
Now that the BJP IT cell has announced Karnataka elections, time for a sneak preview of our top secret campaign video!
Gifted to us by the BJP President, our campaign in Karnataka is off to a fabulous start. He says Yeddyurappa ran the most corrupt Govt ever…
True. pic.twitter.com/UYqGDZuKyR
— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2018
આ ઘટના બાદ પણ કોંગ્રેસને ભાજપ પર હુમલો બોલવાનો એક મોકો મળ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “હવે જ્યારે ભાજપ આઈટી સેલે કર્ણાટક ચૂંટણીની જાહેરાત કરી દીધી છે તો ટોપ સીક્રેટ કેમ્પેન વીડિયો પણ જોઈ લેવામાં આવે. આ ભાજપ અધ્યક્ષ તરફથી ભેટ છે. કર્ણાટકમાં અમારા કેમ્પેનની સારી શરૂઆત થઈ છે. તે કહે છે કે યેદિયુરપ્પાએ અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર ચલાવી છે”.
Now that the BJP IT cell has announced Karnataka elections, time for a sneak preview of our top secret campaign video!
Gifted to us by the BJP President, our campaign in Karnataka is off to a fabulous start. He says Yeddyurappa ran the most corrupt Govt ever…
True. pic.twitter.com/UYqGDZuKyR
— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2018
આ ઉપરાંત શાહના સ્ટેટમેન્ટની વીડિયો ક્લિપને સોશયલ મીડિયા પર શેર કર્યું હતું અને શાહ પર નિશાન સાધતા કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ઈન્ચાર્જ દિવ્યા સ્પંદનાએ કહ્યું હતું કે, “કોને ખબર હતી કે અમિત શાહ પણ સાચું બોલી શકે છે અને અમિતજી અમે બધા તમારી સાથે સંમત છીએ કે ભાજપ અને યેદિયુરપ્પા સૌથી ભ્રષ્ટ છે”.
મહત્વનું છે કે, યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમજ તેઓ હાલમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. આ ઉપરાંત તેઓ કર્ણાટક રાજ્યમાં બીજેપીના સૌથી અગ્રણી નેતા ગણવામાં આવે છે.
