Not Set/ હિજાબ વિવાદ વચ્ચે અલીગઢની કોલેજે આપ્યો આ આદેશ,જાણો સમગ્ર વિગત

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને ઢાંકેલા ચહેરા સાથે કેમ્પસમાં પ્રવેશવા દઈશું નહીં

Top Stories India

કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ સતત વધી રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ પર સુનાવણી ચાલી રહી છે અને નિર્ણય આવવાનો બાકી છે.આ દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢની ડીએસ કોલેજે યુનિફોર્મ પહેરવા પર કડકતા દર્શાવતો પરિપત્ર બહાર પાડ્યો છે અને નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અલીગઢની ડીએસ કોલેજમાં નિર્ધારિત યુનિફોર્મ વિના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને ઢાંકેલા ચહેરા સાથે કેમ્પસમાં પ્રવેશવા દઈશું નહીં. વિદ્યાર્થીઓને કોલેજ પરિસરની અંદર કેસરી સ્ટોલ અથવા હિજાબ પહેરવાની મંજૂરી નથી

 

ડીએસ કોલેજના આ આદેશ પર વિવાદ શરૂ થઈ શકે છે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થીને કેસરી શાલ અથવા હિજાબ પહેરીને કોલેજ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.કર્ણાટકના ઉડુપીમાં સરકારી ઈન્ટર કોલેજમાં પ્રથમ વખત 6 મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં હાજરી આપવાની માંગ કરી હતી. આ છોકરીઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભણતી હતી, પરંતુ અચાનક તેઓ હિજાબ પહેરવાની માંગ કરવા લાગી. આ સાથે સમગ્ર વિવાદ શરૂ થયો હતો