ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત થવા જઈ રહ્યો છે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે અને ત્રીજા તબક્કાનું મતદાન 20 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહ્યું છે. રાજ્યના 16 જિલ્લાની 59 બેઠકો પર રવિવારે મતદાન થશે અને આ માટેનો પ્રચાર આજે સાંજથી સમાપ્ત થશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ચન્નીએ PM મોદીને કુમાર વિશ્વાસના આરોપોની તપાસ કરાવવા માટે કરી માગ
ત્રીજા તબક્કામાં ક્યાં ચૂંટણી યોજાશે?
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રીજા તબક્કામાં હાથરસ, સાદાબાદ, સિકંદરા રાઉ, ટુંડલા, જસરાના, ફિરોઝાબાદ, શિકોહાબાદ, સિરસાગંજ, કાસગંજ, અમોપુર, પટિયાલી, અલીગંજ, એટા, મરહારા, જાલેસર, મૈનપુરી, ભોગગાંવ, કિશ્ની, કરહાલ, અમૃતગંજ, , ફર્રુખાબાદ, ભોજપુર, છિબ્રામૌ, તિરવા, કન્નૌજ, જસવંતનગર, ઇટાવા, ભરથાના, બિધુના, દિબિયાપુર, ઔરૈયા, રસુલાબાદ, અકબરપુર-રાનિયા, સિકંદરા, ભોગનીપુર, બિલ્હૌર, બિથૂર, કલ્યાણપુર, ગોવિંદનગર, કનૌનગર, કિડ્વાનગર, કનૌટનગર , મહારાજપુર, ઘાટમપુર, મરહૌગઢ, કાલ્પી, ઓરાઈ, બબીના, ઝાંસી નગર, મૌરાનીપુર, ગરૌથા, લલિતપુર, મેહરૌની, હમીરપુર, રથ, મહોબા અને ચરખારી વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
જો કે, ત્રીજા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધો છે. કારણ કે, ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં એવા ઘણા જિલ્લાઓ છે, જે એક સમયે સમાજવાદી પાર્ટીના ગઢ માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લી ચૂંટણીમાં, ભાજપે અહીં જોરદાર પરાજય આપ્યો હતો અને 59માંથી 49 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી પોતાના હારેલા ગઢમાં ફરી જીત નોંધાવવા માંગે છે.
આ પણ વાંચો:શેરબજારમાં મંદીનો આંચકો,સેન્સેકસમાં 400 પોઇન્ટના ઘટાડા સાથે બજાર ખુલ્યું
આ પણ વાંચો:કુમાર વિશ્વાસના વીડિયો પર પ્રતિબંધ બેકફૂટ પર CEO, થોડા જ કલાકોમાં ઓર્ડર પાછો ખેંચ્યો
