મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સુરતનાં કામરેજ ઉમામંગલ હોલ ખાતે રાજયનાં મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા ખેડૂતોને યોજનાથી માહીતગાર કરી જિલ્લાનાં લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં લાખો ખેડુતોનાં વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં સીએમ રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સુરત જિલ્લાનાં બારડોલી, મહુવા, પલસાણા તાલુકાનો કાર્યક્રમ બારડોલી ખાતે તથા માંડવી, માંગરોળ, ઉમરપાડા ખાતેનો કાર્યક્રમ માંડવી ખાતે તેમજ આજરોજ ઓલપાડ, કામરેજ, ચોર્યાસી તાલુકાનો કાર્યક્રમ કામરેજ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજયનાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા ખેડૂતોને ઉદ્દબોધન કરતાં કિસાન સહાય યોજનાથી માહીતગાર કરવામાં આવ્યાં હતા, તથા ભુતકાળમાં ખેડુતોને જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તથા કમોસમી વરસાદ, માવઠુનાં કારણે જે રીતે નુકશાન થતું હતું જે આ યોજના અંતર્ગત દુર થશે તેમ તેમણે જણાવ્યું હતું.
ભુતકાળમાં ખેડુતોને ગાંધીનગર જઈ પોતાને ખેતીમાં થયેલ નુકશાન માટે આનંદોલનો કરવા પડતા હતા, જેમા કેટલાંક ખેડૂતોએ તે સમયની કોગ્રેસ સરકાર દ્વારા ગોળીઓ છોડતા ખેડુતોએ શહીદ પણ થવું પડયું છે. ત્યારે રાજ્યની વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. કાર્યક્રમનાં અંતે ઓલપાડ, ચોર્યાસી, તેમજ કામરેજનાં 17 જેટલા લાભાર્થી ખેડુતોને સહાય પત્રકો અર્પણ કરવામાં આવ્યાં હતા. જે કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ, કામરેજ તેમજ ચોર્યાસી નાં ધારાસભ્યો, બારડોલી મતવિસ્તારનાં સાંસદ પરભુભાઈ વસાવા, સુરત જિલ્લા પ્રમુખ પ્રીતીબેન, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા સહીતનાં સહકારી શ્રેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
