Political/ સુરત મહાનગરપાલિકાની સૌથી નાંની કોર્પોરેટર બની AAPની ઉમેદવાર આ અભિનેત્રી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવાર જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને ઊજવી હતી, જેમાં વિજેતા

Gujarat

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવાર જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને ઊજવી હતી, જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16ની માત્ર 22 વર્ષીય પાયલનો પણ સમાવેશ થાય છે.રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધામાં ભાજપની જીત થઈ છે. ડાયમંડ સિટી સુરતના પરિણામોએ બધાને ચોંકાવી દીધાં છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકારૂપ છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે.

Flight / રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

આમ આદમી પાર્ટીની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની ઉંમર એટલે કે 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બની છે. ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરિયાએ 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.પાયલ ગુજરાતી અને હિન્દી આલ્બમમાં અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.પાયલ સાકરીયા અત્યાર સુધીમાં 50 કરતાં વધુ આલ્બમમાં કામ કર્યું છે. હિન્દી અને ગુજરાતી બંન્ને આલ્બમોમાં તેણી કામ કર્યું છે. તેમણે એક મૂવીમાં પણ પોતે અભિનેત્રી તરીકે કામ કર્યું છે પરંતુ લાકડાઉનના કારણે તે મૂવી રીલીઝ થઇ શકી નથી. ગુજરાતી મૂવીમાં તેમણે પોતાનો અભિનય આપ્યો છે. થોડા દિવસો બાદ ગુજરાતી મોટા બેનરની ફિલ્મમાં પણ તેઓ કામ કરે તેવી શક્યતા છે, તે બાબતે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે વાત અંતિમ તબક્કામાં છે.

Cricket / ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

ઢોલ-નગારાંના તાલે પાયલ અને તેમની પેનલની જીતને વધાવી લેવામાં આવી હતી.

પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.સુરત મનપામાં આપને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. સુરત મનપાની 120 બેઠકોમાંથી અત્યારસુધીમાં 27 બેઠકો પર કબજો કરી આપ મુખ્ય વિરોધપક્ષ તરીકે સામે આવી છે. ઘણા વોર્ડમાં તો આપના ઉમેદવારોએ 10થી 20 હજારની લીડ મેળવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલી લીડ ઘણી મોટી કહી શકાય.

Education / બિહારની પ્રાથમિક શાળાઓમાં ફરીથી મૈથિલી ભણાવવામાં આવશે : CM નીતિશની લીલી ઠંડી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…