Gujarat Election/ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે, વિસનગરથી વિધાનસભાની ચૂંટણી લડશે

ગુજરાતમાં રાજકિય મોસમ છવાયેલો છે, હાલ રાજ્યમાં રોજબરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • વિપુલ ચૌધરી લડશે આપમાંથી ચૂંટણી
  • વિસનગરથી લડશે વિધાનસભા ચૂંટણી
  • અર્બુદા સેનાના મહામંત્રીએ આપી જાણકારી
  • 15 નવેમ્બરે આપમાં જોડાશે વિપુલ ચૌધરી

ગુજરાતમાં રાજકિય મોસમ છવાયેલો છે, હાલ રાજ્યમાં રોજબરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે.વિ ઉત્તર ગુજરાતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.વિપુલ ચૈાધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે. વિપુલ ચૈાધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડવાના છે, આ અંગેની માહિતી અર્બુદા સેનાના મહામંત્રીએ આપી હતી. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં 15 નવેમ્બરે જોડાશે. વિપુલ ચૈાધરી ભાજપથી ખુબ નારાજ છે.

ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાને હવે ઉત્તર ગુજરાતના મેદાનમાં ઉતારી છે.સાગર સૈનિક, અર્બુદા સેના અને અર્બુદા મહિલા સેના બનાવીને તેમણે ચૌધરી સમાજનાં ગામોમાં ભરપૂર પ્રચાર શરૂ કર્યો હતો દૂધસાગર ડેરીના સંકુલ બહાર મોઘજીભાઈ ચૌધરી પર થયેલા હુમલા બાદ રાજકીય પરિવર્તનો આવ્યાં હતાં. ત્યાર બાદ વિપુલ ચૌધરી અને હરિભાઈ ચૌધરી ગ્રૂપ વચ્ચે મામલો ગરમાયો હતો અને બંને જૂથોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.જો.કે હવે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મહેસાણા ગયા હતા ત્યારે વિપુલ ચૌધરીના ખાસ ગણાતા મોઘજીભાઈ ચૌધરીએ બંધબારણે તેમની સાથે મુલાકાત કરી હતી.આ અંગેની સ્ક્રીપ્ટ અહીંયા જ લખાઇ હતી.