૮ મી માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આમંત્રણ કાર્ડમાં ભાજપ અને કોંગેસના દરેક ધારાસભ્યોના નામ છે. જ્યારે ઠક્કરબાપાનગરના MLA નું નામ આમંત્રણ પત્રીકામાંથી ગાયબ થઈ જતા વિવાદ સર્જાવા પામ્યો છે.

૮ મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિતે સરકાર દ્વારા પ્રતિભાશાલી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે આમંત્રણ કાર્ડમાં ભાજપ-કોંગ્રેસના દરેક ધારાસભ્યોના નામ છે પણ ઠક્કરબાપાનગરના MLA વલ્લભ કાકડિયાનું નામ આમંત્રણ પત્રીકામાંથી ગાયબ થઈ જતા વિવાદ સર્જાવા પામ્યો છે.
