Surat News: સુરત પોલીસે 13 વર્ષની સગીરાનું અપહરણ કરનારને ઝડપી પાડ્યો, પોલીસે મોહમ્મદ નુરબાનું બદરુદ્દીન સૈયદની તેલંગાણાના હૈદરાબાદમાંથી ધરપકડ કરી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી આરોપી મોહમ્મદ નુરબાનું બદરુદ્દીન સૈયદે સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાના અપહરણની ફરિયાદ મળતા પોલીસ વિભાગ દોડતું થયું હતું. અને અલગ અલગ ટીમ બનાવીને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળના આસપાસના CCTVની પણ તપાસ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આરોપીએ 14 ઓગસ્ટે સગીરાનું મહિધરપુરામાંથી અપહરણ કર્યું હતું. પોલીસથી ધરપકડ ટાળવા માટે આરોપીએ ગજબની યુક્તિ લગાવી હતી. આરોપીએ સગીરાને સાથે રાખીને દેશના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો.
પોલીસને બાતમી મળી હતી કે સગીરાનું અપહરણ કરનાર હૈદરાબાદમાં છે. સુરત પોલીસે એક ટીમને હૈદરાબાદ મોકલીને સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી. અને સગીરાને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી. પોલીસે સગીરાને સુરત લાવીને તેના પરિજનોને સોંપી હતી અને આરોપી સામે પોક્સોનો ગુનોં નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીને સ્થાનિકોએ બીરદાવી છે. પણ આ રીતે સગીરાનું છડેચોક અપહરણ કરી જવું તે ઘણી મોટી ઘટના છે. નાદાન બાળકોને આ રીતે ઉઠાઈ જનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે સુધરવાના નથી. તેઓ નબળા કાયદાનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. નબળી કાયદાકીય જોગવાઈઓના લીધે આ પ્રકારનો ગુનો આચરવા માંગતા ગુનેગારોને મોકળું મેદાન મળે છે. જો તેઓની સામે આકરી કાર્યવાહી થાય જેમકે યુપીની જેમ ઘર પર બુલડોઝર ફેરવી દેવું તો તે જ કંઇક થાયતેમ છે. નબળી કાયદાકીય જોગવાઈઓથી કશું નહીં થાય.
આ પણ વાંચો: પાટણમાં સગીરાના અપહરણના કેસમાં યુવાનને દસ વર્ષની સજા
આ પણ વાંચો: સગીરાનું કર્યુ અપહરણ, માતાપિતાને બોલાવ્યા…નજર સામે ભરી દીધી માંગ