Kutchh/ હવે આવો ત્યારે અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો કાં તમારા SP ને કહેજો કે કોર્ટમાં હાજર રહે ! મુન્દ્રા પોલીસને હાઇકોર્ટની ફરી ફટકાર

આરોપીને પકડ્યા વિના એ જ જુના કાગળિયા લઈને કોર્ટમાં હાજર ત્યારે વધુ એક વખત તેને ફટકાર લગાવામાં આવી

Top Stories Gujarat

Kutchh News : સુપ્રિમ કોર્ટથી લઈને નીચલી અદાલતોમાં વારંવાર તાકીદ કરવા છતાં જાડી ચામડીની પોલીસને કોઈ અસર ન થતી હોવાના અનેક દાખલાઓ વચ્ચે વધુ આવી એક ઘટના સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરી ટિપ્પણી અને તાકીદ કરવા છતાં કચ્છની મુન્દ્રા પોલીસ ઉપર તેની કોઈ જ અસર થતી નથી. વીસ દિવસ પહેલા જ 18મી ઓગસ્ટના રોજ મુન્દ્રા ભુજપુરની લઘુમતી સમુદાયની સગીરા અપહરણ કેસમાં કચ્છ પોલીસને ગુજરાત કોર્ટે ફટકાર લગાવીને SP ને જાતે અંગત રસ લઈને કેસની તપાસ કરવાની તાકીદ કરવામાં આવી હતી. છતાં આજે સોમવારે મુન્દ્રા પોલીસ અપહરણ થયેલી સગીરા અને આરોપીને પકડ્યા વિના એ જ જુના કાગળિયા લઈને કોર્ટમાં હાજર ત્યારે વધુ એક વખત તેને ફટકાર લગાવામાં આવી હતી.

આ વખતે તો કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, આગામી મુદ્દત દરમિયાન અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો અન્યથા તમારા SP ને કહી દેજો કે કોર્ટ સમક્ષ હાજર થઈ જાય. કચ્છના મુન્દ્રા તાલુકાની સગીરાને શોધવાને બદલે પોલીસે સમગ્ર મામલામાં તપાસ બંધ કરી દેવા માટે ‘A’ સમરી રિપોર્ટ ભરવાની હરકત બાદ સગીરાના નાના દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ રિટ કરવામાં આવી હતી. જેમાં પોલીસની પોલ ખુલી જતા કોર્ટ છેલ્લી બે મુદતથી તેને શાબ્દિક જાબખા મારી રહી છે. પરંતુ SP અને મુન્દ્રા પોલીસને તેની લેશમાત્ર અસર નથી થઇ રહી.

વીસ દિવસ પહેલા 18મી ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટે સગીરાના અપહરણ બાદ તેના નાનાએ કરેલી રિટના સંદર્ભમાં મુન્દ્રા પોલીસને યોગ્ય તપાસ કરીને આગામી મુદતમાં એટલે કે, આજે સોમવારે બીજી સપ્ટેમ્બરના રોજ રહેવાનું કહ્યું હતું. પરંતુ હાઇકોર્ટને પણ જાણે કે, પોલીસ ઘોળીને પી ગઈ હોય તેમ આજે પણ એજ જ જુના કાગળિયા લઈને કોર્ટમાં હાજર રહી હતી. જેને હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લઈને હુકમ કર્યો હતો કે, આવતી મુદતે સગીરા, આરોપીને લઈને એક અઠવાડિયામાં આવતા મંગળવારે દસમી સપ્ટેમ્બરના રોજ હાજર રહેજો. અને જો આવું ન થઈ શકે તો તમારા SP ને કોર્ટમાં હાજર થઈ માટેની સમજ આપજો.

સગીરાના નાના તરફથી કરવામાં આવેલી ફરિયાદની વિગતો આપતા તેમના એડવોકેટ અમન સમાએ જણાવ્યું હતું કે, 16મી નવેમ્બર,2023ના રોજ પશ્ચિમ કચ્છ પોલીસના તાબા હેઠળના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સગીરાના નાના એ ફરિયાદ કરી હતી. જેમાં ભુજપુર ગામના કાના પ્રકાશભાઈ ભાટ ઉર્ફે બારોટ નામના યુવક સહીત તેના માં-બાપ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસે થોડા સમય સુધી તપાસનું નાટક કર્યું અને ત્યારબાદ કેસમાં આગળ વધુ તપાસની જરુરુ નથી તેમ જાતે જાતે માની લઈને કેસ સમાપ્ત કરી દેવા માટેની કાયદાકીય પ્રકિયા સંદર્ભે ભુજના ડેપ્યુટી SP સમક્ષ રજૂઆત કરી હતી.

કહેવાય છે કે, જાડી ચામડીના લોકોને ગમે એટલું કહેવામાં આવે તો પણ તેમને કોઈ અસર થતી નથી.  ત્યારબાદ હાઇકોર્ટે જેમને આવતી મુદ્દતે હાજર રહેવાની તાકીદ કરી છે તે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી IPS સાગર બાગમારેનો સંપર્ક કરીને કેસ અંગેની લેટેસ્ટ હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલી વખત ફોન રિસીવ કરીને એસપી સાગરે કહ્યં કે, ‘તેઓ સમગ્ર મામલે અજ્ઞાન છે, તપાસ કરીને કહું છું.’ પરંતુ અમુક સમય પછી બીજી વખત ફોન કરવામાં આવ્યો તો એસપી ‘નો રીપ્લાય’ રહ્યા હતા. હવે તમે કલ્પના કરો કે, જે લોકો હાઇકોર્ટને પણ ગાંઠતા ન હોય તે લોકો સામાન્ય વ્યક્તિઓની કેવી દશા કરતા હશે ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, વલસાડ, ડાંગ અને દમણમાં ભારે વરસાદની સંભાવના