New Delhi News/ અમેરિકા-ઈરાન તણાવમાં રાહત બાદ શેરબજારમાં જોરદાર તેજી

વૈશ્વિક તણાવમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજાર (Stock Market)માં તેજીનો માહોલ બન્યો છે

Top Stories India
ભારતીય શેરબજારે (Stock Market)અઠવાડિયાની શરૂઆત જોરદાર તેજી સાથે કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવમાં રાહતના સંકેતો મળતા વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે

New Delhi News : ભારતીય શેરબજારે (Stock Market)અઠવાડિયાની શરૂઆત જોરદાર તેજી સાથે કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવમાં રાહતના સંકેતો મળતા વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે, જેના સીધા પરિણામે ભારતીય બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ (Sensex)600થી વધુ પોઈન્ટ ઉછળ્યો, જ્યારે નિફ્ટીએ પણ આશરે 180 પોઈન્ટનો વધારો નોંધાવ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ અગાઉના 76,059ના બંધની સરખામણીએ 76,608 પર ખુલ્યો હતો અને થોડા જ સમયમાં 76,696 સુધી પહોંચી ગયો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 23,767ના સ્તરથી વધીને 23,928 પર ખુલ્યો અને ત્યારબાદ 23,964 સુધી પહોંચ્યો.

આ શેરોમાં સૌથી વધુ તેજી

બજાર ખુલતા જ અનેક બ્લૂચિપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ઇન્ડિગો, ઇન્ફોસિસ (Infosys Share), એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, TCS, ઇટરનલ, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ અને મારુતિ જેવા શેરોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ખાસ કરીને IT અને બેંકિંગ સેક્ટરના શેરોમાં રોકાણકારોએ વધુ રસ દાખવ્યો.

વૈશ્વિક કારણોથી મળ્યો બજારને સપોર્ટ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં રાહત મળવાના સમાચાર બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ બન્યો છે. અહેવાલો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજદ્વારી વાટાઘાટોને તક આપવા માટે વધુ હુમલાઓ અસ્થાયી રીતે રોકવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી વૈશ્વિક અનિશ્ચિતતા ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો ફાયદો

વૈશ્વિક તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. પ્રતિ બેરલ ભાવ $90 (Crude Oil Price)થી નીચે આવતા ફુગાવાની ચિંતામાં ઘટાડો થયો છે. તેલના ભાવમાં ઘટાડો ભારત જેવા આયાત આધારિત દેશો માટે સકારાત્મક માનવામાં આવે છે, જેના કારણે શેરબજાર (Stock Market)માં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

એશિયન બજારોમાં પણ હરિયાળી

ભારતીય બજાર ઉપરાંત જાપાન, હોંગકોંગ અને અન્ય એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. સાથે જ ઈન્ડિયા VIXમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાતા બજારમાં ભયનું સ્તર પણ ઓછું થયું હોવાનું માનવામાં આવે છે.

રોકાણકારો માટે શું સંકેત?

વૈશ્વિક તણાવમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ બન્યો છે. આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને આર્થિક આંકડાઓ પર બજારની નજર રહેશે.


આ પણ વાંચો : 917 પોઈન્ટના પ્રચંડ કડાકા બાદ સંભાળાયું શેરબજાર; સેન્સેક્સ 332 પોઈન્ટ ઘટીને 76391 પર બંધ, નિફ્ટીમાં પણ નરમ વલણ

આ પણ વાંચો : શેરબજારમાં ધબડકો,સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઈલના ભડકાથી રોકાણકારોના નાણા ધોવાયા

આ પણ વાંચો : ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો