PATNA NEWS/ બિહારમાં હિંસક વિરોધ બાદ પોલીસનું રાજ્યવ્યાપી મેગા ઓપરેશન, 350થી વધુ ધરપકડ

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા (Bihar Violence)ની ઘટનાઓ બાદ રાજ્ય પોલીસ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Top Stories India
બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા (Bihar Violence)ની ઘટનાઓ બાદ રાજ્ય પોલીસ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Patna News : બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા (Bihar Violence)ની ઘટનાઓ બાદ રાજ્ય પોલીસ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં CCTV Footage, ડ્રોન કેમેરા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોની ધરપકડ (Patna Arrests)કરવામાં આવી છે, જ્યારે 1500થી વધુ શંકાસ્પદ લોકો પોલીસના રડાર પર હોવાનું સામે આવ્યું છે.

રાજધાની પટણામાં સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. અહીંથી 258 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હિંસામાં સામેલ અન્ય લોકોની ઓળખ માટે વીડિયો અને ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલાક શંકાસ્પદોના ફોટા જાહેર કરીને સામાન્ય નાગરિકોને ઓળખમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

સારણ જિલ્લામાં પોલીસે 200થી વધુ લોકોને અટકાયત હેઠળ લીધા હતા. જેમાંથી 30 આરોપીઓને ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સાસારામમાં હિંસાની ઘટનામાં સંડોવાયેલા 35 લોકોની ઓળખ થઈ ચૂકી છે અને તેમની શોધખોળ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.

સીતામઢીમાં પોલીસે 159 શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. અહીં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિસ્તારમાં બે અલગ-અલગ એફઆઈઆર નોંધાઈ છે અને 22 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા (Bihar Violence) બાદ અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ

ભાગલપુરમાં હિંસાની ઘટનાને લઈને 500 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ થઈ છે. પૂર્ણિયામાં 27 નામાંકિત અને 250 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. લખીસરાયમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 19 શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ ઓળખ માટે જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે (Bihar Police)સ્પષ્ટ કર્યું છે કે હિંસામાં (Protest Violence)સામેલ દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ?’ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ લોકસભા સ્પીકરને મળ્યા, ચર્ચાની માંગ

આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનું નિવેદન: પેપર લીક ઘોર પાપ છે, દોષિતોને આપીશું કડક સજા