New Delhi News/ NEET પેપર લીક મુદ્દે PM મોદીનું નિવેદન: પેપર લીક ઘોર પાપ છે, દોષિતોને આપીશું કડક સજા

NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આપ્યું નિવેદન. તેમણે પેપર લીંક કરવાના કાર્યને ‘ઘોર પાપ’ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ થઈ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા રાજ્યોને સહકાર આપવા અપીલ કરી છે.

Top Stories India Breaking News
PM Modi

New Delhi: NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.  NDA સંસદીય દળની બેઠકમાં તેમણે આ ઘટનાને ‘ઘોર પાપ’ ગણાવી છે. એટલુ જ નહીં,  PM મોદીએ કહ્યું કે,  વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તમામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

PM Modi ની પેપર લીક મુદ્દે પ્રતિક્રિયા 

NDA સંસદીય દળની બેઠક (NDA Meeting)દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક (NEET Paper Leak)કેસને ગંભીર ગુનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. વડાપ્રધાને જણાવ્યું કે NEET પેપર લીક કેસમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે અને આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ ચાલી રહી છે. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે પેપર લીક જેવા ગુનાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર કોઈપણ વ્યક્તિને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે.

રાજ્યોને સહકાર આપવા અપીલ

વડાપ્રધાને તમામ રાજ્યોને અપીલ કરી કે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર (Central Government)સાથે મળીને કામ કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને સંપૂર્ણપણે રોકવા માટે સંયુક્ત પ્રયાસો જરૂરી છે. PM મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાય અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ અખંડિત રહે તે માટે સતત જરૂરી પગલાં લઈ રહી છે. સરકારનું લક્ષ્ય છે કે પરીક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ગેરરીતિને સ્થાન ન મળે.