Business News/ ડોલર આપો, રૂપિયા લો: RBI ની સ્પેશિયલ બાય-બેક સ્વીપ સ્કીમથી દેશના ફોરેક્સ રિઝર્વમાં $17. અબજ વધ્યા, જાણો સામાન્ય નાગરિક પર તેની અસર

RBI ની ‘ડોલર સ્વૈપ ફેસિલિટી’ હેઠળ ભારતીય ફોરેક્સ રિઝર્વમાં $17.1 અબજથી વધુ વિદેશી નાણું જમા થયું છે. રૂપિયો મજબૂત થવાથી ઇંધણ અને આયાતી સામાનના ભાવ અંકુશમાં રહેશે, જેનાથી સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત મળશે.

Trending Business
RBI's masterstroke scheme

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ડોલર-રૂપિયા સ્વૈપ વિન્ડો અને આકર્ષક નીતિઓએ દેશની આર્થિક સ્થિતિને બળ પૂરું પાડ્યું છે. જૂન મહિનાથી અમલી બનેલી આ વિશેષ સુવિધા અંતર્ગત બેંકો મારફતે ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ યોજના દ્વારા RBI પાસે $17.1 અબજની માતબર વિદેશી મુદ્રા એકત્ર થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય વિદેશી ધિરાણ અને ECB  સ્ત્રોતો મારફતે કુલ $20.7 અબજથી વધુનો મૂડીપ્રવાહ ભારતીય તિજોરીમાં ઠલવાયો છે, જેનાથી નબળા પડતા રૂપિયાને બળ મળ્યું છે.

FCNR(B) અને સ્વૈપ વિન્ડોની સંપૂર્ણ કાર્યપદ્ધતિ

અનિવાસી ભારતીયો (NRIs) અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા બેંકોમાં જમા કરાવાતા ડોલરને વાણિજ્યિક બેંકો સીધા સેન્ટ્રલ બેંક (RBI) પાસે જમા કરાવે છે.

કરન્સી રિસ્ક મુક્ત વ્યવસ્થા:  બેંકો જે દરે RBI ને ડોલર સોંપે છે, ભવિષ્યમાં કરન્સીના ભાવ ગમે તેટલા બદલાય તોપણ તે જ નિર્ધારિત વિનિમય દરે ડોલર પરત મેળવવાનો વાયદો મળે છે.

બેંકોને ડબલ ફાયદો:  RBI પાસેથી તરત જ સમાન મૂલ્યની ભારતીય ચલણ (રોકડ) મળી જતી હોવાથી દેશની બેંકો સ્થાનિક બજારમાં ધિરાણ આપીને વ્યાજ કમાવા સક્ષમ બને છે.

સામાન્ય નાગરિક અને રસોડાના બજેટ પર શું અસર પડશે?

વિદેશી હૂંડિયામણમાં વધારો થતાં સ્થાનિક ચલણ ‘રૂપિયો’ ડોલર સામે મજબૂત બને છે, જેની સીધી અને સાનુકૂળ અસર સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળે છે

ઇંધણ અને પેટ્રોલિયમ સસ્તું રહેવાની શક્યતા: ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ ડોલરમાં ખરીદે છે. રૂપિયો મજબૂત રહેતાં તેલ આયાત કરવાનું ખર્ચ ઘટે છે.

મોંઘવારી પર લગામ: વિદેશથી આયાત થતા ઇલેક્ટ્રોનિક્સ, રાસાયણિક ખાતરો અને કાચો માલ મોંઘા થતા અટકે છે. પરિણામે સ્થાનિક રિટેલ બજારમાં ફુગાવો નંકુશમાં રહે છે અને સામાન્ય વર્ગનું બજેટ ખોરવાતું નથી.


આ પણ વાંચો :ચાલુ નાણાકીય વર્ષમાં LPG સબસિડી બિલ 1 લાખ કરોડને પાર થવાની આશંકા

આ પણ વાંચો :ભારતમાં મહિલા બેરોજગારી ચિંતાજનક સ્તરે, જૂનમાં આંકડો 15 મહિનાની ટોચે

આ પણ વાંચો :મોંઘવારીએ વધારી ચિંતા! RBI લોનની EMI પર લઈ શકે મોટો નિર્ણય? જાણો શું કહે છે નિષ્ણાતો