Agni-1 Ballistic Missile/ ભારતે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1 સફળતાપૂર્વક લોન્ચ કરી, જાણો તેની વિશેષતા

ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે

Top Stories India

ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણે માહિતી આપી હતી કે આ મિસાઈલ ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યને મારવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે પ્રશિક્ષણ પ્રક્ષેપણમાં મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.