જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ફરી એકવાર આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. ભારતીય સૈન્યની ઉત્તરી કમાન્ડે કહ્યું કે સૈન્યએ શોપિયાંમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરમાં આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાએ સ્થળ પરથી હથિયારો મેળવ્યા છે અને કાર્યવાહી હજી ચાલુ છે.
જોકે હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે અહીં કેટલા આતંકીઓ છુપાયેલા છે, પરંતુ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચલાવી રહ્યા છે. વળી, સેનાએ શ્રીનગરનાં જાદીબલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મળતી માહિતી મુજબ કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે, જેના કારણે સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓ અહીંથી ભાગી ન શકે તે માટે શ્રીનગરમાં મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
