Jammu And Kashmir News/ પહેલગામ આતંકી હુમલો: સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે ડોક્ટરોની રજા રદ, કંટ્રોલ રૂમ ઊભા કરાયા

જો કોઈપણ સમયે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહો.

Top Stories India

Jammu & Kashmir News: સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે સરકારી મેડિકલ કોલેજ (Government Medical College) હોસ્પિટલ જમ્મુ (Jammu)ને એલર્ટ (Alert) પર રાખવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસને સ્ટાફ (Administration staff)ને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અને બિનજરૂરી રજાઓ (Unnecessary Leave) ન લેવા જણાવ્યું છે.

GMC Jammu Asks Staff To Be Alert Amid 'Cross Border Tension In J&K'* -  Srinagar News

જીએમસીના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં, તમામ સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ સમયે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહો.

ફરજના સમય દરમિયાન બિનજરૂરી રજા ન લો અને હોસ્પિટલ પરિસર નહીં છોડવાની તાકીદ કરી છે,  જેથી દર્દીની સારસંભાળ પર અસર ન પડે. કટોકટી (Emergency)નો સામનો કરવા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ (Control room)ની સ્થાપના કરવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિ માટે કોઈપણ વ્યક્તિ 0191-2582355 અને 0191-2582356 પર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.

J&K Emergency Alert: Hospitals on High Alert Amid Cross-Border Tensions

કોઈપણ કટોકટીનો સામનો કરવા તૈયાર

ઉલ્લેખનીય છે કે જમ્મુના સરહદી વિસ્તારો (Border Area)માં જ્યારે પણ પરિસ્થિતિ બગડે છે ત્યારે GMC જમ્મુ હંમેશા એલર્ટ રહે છે. નજીકમાં એકમાત્ર હોસ્પિટલ જીએમસી (GMC) જમ્મુ છે જ્યાં ઘાયલોને સારવાર માટે લાવવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, જીએમસી જમ્મુ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલાથી જ તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ આતંકી હુમલાનાં વિરોધમાં કોંગ્રેસની આજે દેશભરમાં Candle March

આ પણ વાંચો:પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ, આખી રાત થયો ગોળીબાર, લોન્ચપેડ પર 150 થી વધુ આતંકવાદીઓ

આ પણ વાંચો:કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સેનાને જાણ કરી, સર્ચ ઓપરેશન શરૂ