Delhi News: સંસદના બજેટ સત્ર દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભારે હોબાળો સર્જાયો. વિપક્ષી સાંસદોએ પ્લેકાર્ડ અને પોસ્ટરો સાથે વેલમાં (Rahul Gandhi)ઘૂસી જઈ સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે ગૃહની કાર્યવાહી વિક્ષેપિત થઈ.
આ રાજકીય ગરમાવ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi)નું સંસદીય સભ્યપદ રદ કરવાની નિશિકાંત દુબેએ કરી માંગ
નિશિકાંત દુબેએ લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરીને રાહુલ ગાંધી (Rahul Gandhi)નું સંસદીય સભ્યપદ રદ કરવાની માંગ કરી. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી (Rahul Gandhi)દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
દુબેએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી પર આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ નિવેદન બાદ ગૃહમાં વધુ હોબાળો જોવા મળ્યો.

રિજિજુએ વીડિયો શેર કર્યો
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયો 4 ફેબ્રુઆરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો હતો.
This is the illegal video clip taken by a Congress MP when 20-25 Congress MPs entered the Chamber of Hon’ble Speaker, abused him and threatened Honb’le Prime Minister. Our party believes in debate & discussion and never encourage MPs to threaten physically. https://t.co/bezzALc7D3 pic.twitter.com/iM0a50Z4rg
— Kiren Rijiju (@KirenRijiju) February 12, 2026
રિજિજુએ દાવો કર્યો કે વિપક્ષી સાંસદોએ તેમની હાજરીમાં દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, પ્રિયંકા ગાંધીએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને કહ્યું કે તેઓ શાંતિપૂર્વક બેઠા હતા અને કોઈને ઉશ્કેર્યા નહોતા.
વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ શું છે?
અહેવાલો મુજબ, સરકાર રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકે છે.
વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ એ એવી પ્રક્રિયા છે જેમાં સંસદનો કોઈ સભ્ય ગૃહના વિશેષાધિકારોના ઉલ્લંઘન અંગે મુદ્દો ઉઠાવી શકે છે. બંધારણની કલમ 105 અનુસાર, સંસદ સભ્યોને ગૃહમાં વાણી સ્વાતંત્ર્ય અને દબાણ વિના કાર્ય કરવાની છૂટ આપવામાં આવી છે.
જો કોઈ સભ્ય ખોટી માહિતી આપે, ગૃહને ગેરમાર્ગે દોરે અથવા ગૃહના અધિકારોનું ઉલ્લંઘન કરે, તો તેના વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવી શકાય છે.
The government will not bring a privilege motion against LoP, Lok Sabha, Rahul Gandhi. However, words and lines from the speech delivered by Rahul Gandhi yesterday will likely be expunged, as the allegations he made were not authenticated: Sources
— ANI (@ANI) February 12, 2026
પ્રક્રિયા કેવી રીતે ચાલે છે?
વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ માટે સંબંધિત સભ્ય અધ્યક્ષને નોટિસ આપે છે. અધ્યક્ષ નક્કી કરે છે કે મામલો ગંભીર છે કે નહીં.
જો અધ્યક્ષ મંજૂરી આપે, તો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવે છે. સમિતિ તપાસ કરીને અહેવાલ આપે છે. ત્યારબાદ ગૃહ નક્કી કરે છે કે શું કાર્યવાહી કરવી.
જો સભ્ય દોષિત ઠરે, તો તેને ઠપકો, ચેતવણી, સસ્પેન્શન અથવા દુર્લભ કિસ્સામાં અટકાયત જેવી સજા થઈ શકે છે.
બજેટ સત્રમાં સતત વિક્ષેપ
ગુરુવાર સંસદના બજેટ સત્રનો 12મો દિવસ હતો. ગૃહ બજેટ પર ચર્ચા કરી રહ્યું છે, પરંતુ સતત હોબાળાના કારણે કામગીરી પ્રભાવિત થઈ રહી છે.
આ પણ વાંચો:બજેટ 2026 માં યુપી કૃષિ-નિકાસ હબ બનશે, છોકરીઓના લગ્ન માટે 1 લાખ રૂપિયા…..
આ પણ વાંચો:બજેટ સત્રમાં ભારે હંગામો, વિપક્ષનો સ્પીકર સામે મોરચો, કિરણ રિજિજુએ બજેટ પર ચર્ચા કરવાની કરી અપીલ
આ પણ વાંચો:બજેટ 2026-27 મુજબ રાજકોષીય ખાધ જીડીપીના 4.3 ટકા પર રહેશે- નિર્મલા સીતારમણ
