Business News/ શેરબજારમાં ધબડકો,સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઈલના ભડકાથી રોકાણકારોના નાણા ધોવાયા

ક્રૂડ ઓઈલના ભાવ $૯૯ પર પહોંચતા ભારતીય શેરબજાર (stock Market)માં ભારે કડાકો બોલાયો છે. સેન્સેક્સ 364 પોઈન્ટ અને નિફ્ટી 127 પોઈન્ટ તૂટતા રોકાણકારોના રૂ. 3.32 લાખ કરોડ ધોવાઈ ગયા છે.

Business
Hahaha in the stock market

ભારતીય શેરબજાર ( stock market)માં ભારે વેચવાલીનો માહોલ સર્જાયો છે. મધ્ય પૂર્વમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને રાતા સમુદ્ર (Red Sea) માર્ગે જહાજોની અવરજવર ઠપ્પ થવાના એંધાણે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે. તેની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે, જેના કારણે સેન્સેક્સ 364 પોઈન્ટ ઘટીને 76,391 અને નિફ્ટી 127 પોઈન્ટના ગાબડા સાથે 23,870 ની સપાટીએ બંધ રહ્યા હતા.

 ક્રૂડ ઓઈલ $99 પહોંચતાં આયાત-નિર્ભર દેશો માટે મોટું સંકટ

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 5% જેટલા ઉછળીને બેરલ દીઠ $99 અને ન્યૂયોર્ક નાયમેક્સ ક્રૂડ $91 એ પહોંચી ગયા છે. ભારત જેવા ક્રૂડની આયાત પર નિર્ભર દેશો માટે આ પરિસ્થિતિ અત્યંત કફોડી બની શકે છે. આ ઉપરાંત, દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિના ખતરા અને અલ-નીનોની અસરોને કારણે પણ રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી વેચવાલી શરૂ કરી હતી.

બેંકિંગ, કેપિટલ ગુડ્સ અને ઓઈલ-ગેસ શેરોમાં મોટું ધબડકો

બજારના તમામ મુખ્ય સેક્ટર્સમાં ફંડો દ્વારા ધૂમ વેચવાલી જોવા મળી હતી:

બેંકિંગ અને ફાઈનાન્સ: બીએસઈ બેંકેક્સ 630 પોઈન્ટ તૂટ્યો હતો, જેમાં એક્સિસ બેંક, એસબીઆઈ અને બેંક ઓફ બરોડાના શેરોમાં મોટો કડાકો બોલાયો હતો.

કેપિટલ ગુડ્સ અને મેટલ: કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 663 પોઈન્ટ અને મેટલ ઈન્ડેક્સ 389 પોઈન્ટ ગબડ્યા હતા. અપાર ઈન્ડસ્ટ્રીઝ અને ભેલના શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

ફાર્મા સેક્ટર: અમેરિકા દ્વારા જેનરિક દવાઓ પર 100% ટેરિફ લાદવાના અહેવાલોથી હેલ્થકેર ઈન્ડેક્સ પણ 264 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.32 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં ચોતરફી વેચવાલી અને સ્મોલ તથા મિડકેપ શેરોમાં ગાબડાં પડતાં બીએસઈ (BSE) લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને ₹476.73 લાખ કરોડ થઈ ગયું છે. આમ, માત્ર એક જ દિવસમાં રોકાણકારોએ રૂ. 3.32 લાખ કરોડ ગુમાવ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ રૂ. 819 કરોડથી વધુની ચોખ્ખી વેચવાલી કરી હતી, જેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 2,947 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.

બજાર નિષ્ણાતોનું મંતવ્ય:

 “ક્રૂડ ઓઈલમાં થઈ રહેલો વધારો અને વૈશ્વિક સપ્લાય ચેઈનનો અવરોધ ભારત જેવા આયાતકાર દેશોની અર્થવ્યવસ્થા પર દબાણ વધારી રહ્યો છે, જેનાથી આગામી દિવસોમાં પણ બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે.”


આ પણ વાંચો :વૈશ્વિક અર્થતંત્રમાં મહાસંકટના એંધાણ: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખકની રોકાણકારોને ચેતવણી

આ પણ વાંચો :ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો

આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, ક્રૂડ પણ 90 ડોલરને પાર