Junagadh News/ જૂનાગઢના દોમડીયા વાડી રોડ પર ખાડાઓથી લોકો પરેશાન, 300થી વધુ ફરિયાદો છતાં મનપા નિષ્ક્રિય

જૂનાગઢના દોમડીયા વાડી રોડ પર પડેલા મોટા ખાડા (Junagadh Potholes)ઓથી વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં, 300થી વધુ ફરિયાદો છતાં કાયમી ઉકેલ નહીં.

Top Stories Gujarat Others Breaking News
Junagadh Potholes: જૂનાગઢમાં રોડ નહીં, ખાડાઓનો રસ્તો! દોમડીયા વાડીના લોકોમાં ભારે રોષ

Junagadh News: જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલા વોર્ડ નંબર-14ના દોમડીયા વાડી રોડની હાલત ભારે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર પડેલા મોટા ખાડા (Junagadh Potholes)ઓ અને ભરાયેલા વરસાદી પાણીના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને દર્દીઓ માટે અવરજવર જોખમી બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો અને ઓનલાઈન ફરિયાદો છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર હાર્ટ હોસ્પિટલ, અનેક કોમર્શિયલ બિલ્ડિંગો, બેંકો, ધાર્મિક સ્થળો તેમજ વિવિધ વાડીઓ આવેલી હોવાથી રોજ હજારો લોકો અવરજવર કરે છે. છતાં રોડ પર પડેલા મોટા ખાડા (Junagadh Potholes)ઓ અને રસ્તા પર નાખવામાં આવેલા પથ્થરોને કારણે અકસ્માતની શક્યતા સતત વધી રહી છે. ખાસ કરીને ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા કેટલાક મહિનામાં આ રોડને અનેક વખત ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી. વરસાદ શરૂ થતાં જ રસ્તો વધુ ખરાબ બની ગયો અને હાલ સમગ્ર વિસ્તાર ખાડા (Junagadh Potholes)ઓથી ભરાઈ ગયો છે.

Junagadh Potholes: 300 ઓનલાઈન ફરિયાદ છતાં રસ્તો યથાવત

વિસ્તારમાં રહેતા એડવોકેટ પ્રશાંત વ્યાસે જણાવ્યું કે તેઓ છેલ્લા એક વર્ષ દરમિયાન ‘જૂનાગઢ 311’ એપ મારફતે આશરે 300 વખત ઓનલાઈન ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં આજદિન સુધી કોઈ અસરકારક જવાબ કે કામગીરી જોવા મળી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, રસ્તાની ખરાબ હાલતના કારણે અનેક લોકો પડીને ઇજાગ્રસ્ત થયા છે અને આસપાસની મિલકતોને પણ નુકસાન થઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં હાર્ટ હોસ્પિટલ, કમળિયા વાડી, ભૂતનાથ મંદિર અને અન્ય જાહેર સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત કોર્પોરેટરો અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં સ્થળની મુલાકાત પણ લેવામાં આવી નથી.

રીક્ષા ચાલક કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું કે ખરાબ રસ્તાના કારણે રોજિંદા ધંધા કરતાં વાહનના સમારકામનો ખર્ચ વધુ થઈ રહ્યો છે. તેમના કહેવા મુજબ, ઓછી આવક સામે વાહનના રિપેરિંગ પાછળ હજારો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે.

અન્ય સ્થાનિકોએ પણ જણાવ્યું કે વરસાદ બાદ મનપા દ્વારા ખાડા (Junagadh Potholes)ઓમાં માત્ર મોટા પથ્થરો નાખવામાં આવ્યા હતા, જેના કારણે હવે અકસ્માતનું જોખમ વધુ વધી ગયું છે. સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક કાયમી ધોરણે રોડનું સમારકામ કરે અને લોકોને સુરક્ષિત અવરજવર માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે.


આ પણ વાંચો:ખેડા માતર પાસે ગરનાળામાં કાર તણાઈ: અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત, બેનો આબાદ બચાવ

આ પણ વાંચો:સુરતમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ: ગડત ખાતે જળસ્તર રેકોર્ડ સપાટીએ, CWCનું રેડ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવનું મહાસંકટ: ૩ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો આગામી 6 દિવસની આગાહી